સચિન તેંડુલકરે ફેન્સને આપી ફિટનેસ ટિપ્સ, દોરડા કૂદતા શેર કર્યો VIDEO
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પોતાના ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરેલા વીડિયોમા કહ્યુ, `આ લૉકડાઉન દરેક માટે મુશ્કેલ રહ્યું છે, પરંતુ આપણે હિંમત ન હારવી જોઈએ. કંઇકને કંઇક કરતા રહેવું જોઈએ.
મુંબઈઃ ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે પોતાનો દોરડા કૂદતો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને પોતાના પ્રશંસકોને એક સંદેશ આપ્યો છે. સચિને કહ્યુ કે, લૉકડાઉનને બે મહિના થઈ ગયા છે, પરંતુ લોકોએ હાર માનવી ન જોઈએ અને કંઇક કરતા રહેવું જોઈએ.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પોતાના ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરેલા વીડિયોમા કહ્યુ, 'આ લૉકડાઉન દરેક માટે મુશ્કેલ રહ્યું છે, પરંતુ આપણે હિંમત ન હારવી જોઈએ. કંઇકને કંઇક કરતા રહેવું જોઈએ અને પોતાના ફિટ તથા સ્વસ્થ રાખવા જોઈએ.'
સચિન તેંડુલકરે હાલમાં પોત-પોતાના માતા-પિતાની દેખભાળ કરવાની પણ અપીલ કરી હતી. સચિને ઇન્સ્ટાગ્રામ પર માતા-પિતાની સાથે પોતાનો એક ફોટો શેર કર્યો, જેમાં તે માતા-પિતાની સાથે સમય પસાર કરી રહ્યો છે.
જો T20 વિશ્વકપ નહીં તો બીસીસીઆઈ આયોજીત કરે આઈપીએલઃ માઇકલ હોલ્ડિંગ
સચિને કહ્યુ, આ મુશ્કેલ સમયમાં આપણા માતા-પિતાને સૌથી વધુ આપણી જરૂર છે. આ આપણી જવાબદારી છે કે આપણે તેનું સારી રીતે ધ્યાન રાખીએ અને તેમની દેખભાળ કરીએ. તે બધુ કરો જે આપણા માતા-પિતાને જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube