લૉકડાઉન તોડનાર પર ગુસ્સે થયો સચિન, કહ્યું- કોરોના વાયરસ આગ, તમે ન બનો હવા
સચિને આ વીડિયોમાં તે લોકો પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે જે લૉકડાઉન છતાં આ દિવસોમાં બેજવાબદાર થઈને પોતાના ઘરની બહાર ફરી રહ્યાં છે. સચિને કહ્યું કે, કેટલાક વીડિયો તો મેં જોયા જેમાં લોકો ક્રિકેટ રમી રહ્યાં છે.
નવી દિલ્હીઃ વિશ્વના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર કોરોના વાયરસ પર સતત લોકોને જાગરૂત કરી રહ્યાં છે. સચિને કહ્યું કે, વડાપ્રધાનના લૉકડાઉનની અપીલનું બધાએ સ્ટ્રિક્લી પાલન કરવું જોઈએ ત્યારે આ જીવલેણ વાયરસનો ખાતમો સંભવ છે. આજે માસ્ટર બ્લાસ્ટરે વધુ એક વીડિયો જારી કરી તે લોકો વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી છે, જે આ વાયરસની ચિંતા કર્યા વગર ઘરમાંથી નિકળી રહ્યાં છે. માસ્ટર બ્લાસ્ટરે કહ્યું કે, આ વાયરસ આગ છે, ઓછામાં ઓછું તમે તેને ભડકાવનારી હવા તો ન બનો.
સોશિયલ મીડિયા ટ્વીટર પર સચિને લોકોને અપીલ કરતા 1 મિનિટ 28 સેકન્ડનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. તેંડુલકરે પોતાના ટ્વીટના કેપ્શનને પણ હિન્દીમાં આવ્યું અને લખ્યું 'નમસ્તે! આપણી સરકારે બધાને વિનંતી કરી છે કે આગામી 21 દિવસ સુધી આપણે બધા ઘરથી બહાર ન નિકળ્યે. છતાં ઘણા લોકો આ આદેશનું પાલન કરી રહ્યાં નથી. આ મુશ્કેલ સમયમાં આપણા બધાનું કર્તવ્ય છે કે આપણે ઘરમાં રહીએ અને આ સમય પોતાના પરિવારની સાથે પસાર કરીએ અને #CoronaVirus નો ખાતમો કરીએ.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube