નવી દિલ્હી: મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર ફરી એકવાર તેની બોલિંગને લઇ ચર્ચામાં આવ્યો છે. અર્જુને બુધવારે અંડર 19 કૂચ બેહાર ટ્રોફી મેચમાં દિલ્હીની સામે પાંચ વિકેટ ઝડપી પાડી હતી. મુંબઇનું પ્રતિનિધિત્વ કરી રહેલા અર્જુને 98 રન આપી પાંચ વિકેટ લીધી જેનાથી દિલ્હીની ટીમના ફિરોઝ શાહ કોટલા મેદાન પર મેચના ત્રીજા દિવસે સ્ટંપ સુધી પહેલી મેચમાં 9 વિકેટ પર 394 રન બનાવ્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઇને ઓપનિંગ બેટ્સમેન દિવ્યાંશે (211) બે સદીના કારણે પહેલી બેટિગ કરતા 453 રન બનાવ્યા હતા. દિલ્હીની ટીમ અત્યારે પણ મુંબઇથી 59 રન પાછળ છે. અર્જુનના વિરોધી કેપ્તાન આયુષ બડોની, વૈભવ કાંડપાલ, વિકેટકીપર ગુલજાર સિંહ સંધૂ, રિતિક શૌકીન અને પ્રશાંત કુમાર ભાટીની વિકેટ ઝડપી પેવેલિયન પરત મોકલ્યા હતા. ડાબા હાથના ફાસ્ટ બોલર અર્જુન મુંબઇ અંડર 19 ટીમનો નિયમિત સભ્ય છે.


કેસી મહેન્દ્ર શીલ્ડ ટૂર્નામેન્ટમાં પણ લીધી 6 વિકેટ
હાલમાં જ નવેમ્બરના પહેલા અઠવાડિયામાં જ કેસી મહેન્દ્ર શીલ્ડ અંડર 19 ટૂર્નામેન્ટમાં વિજય મર્ચેંટ ઇલેવનની તરફથી રમી રહેલા અર્જુને શાનદાર પ્રદર્શન કર્યું અને વિજય માંજરેકર ઇલેવનની સામે 70 રન આપી 6 વિકેટ લીધી હતી. તેની શાનદાર બોલિંગના કારણે વિજય માંજરેકર ઇલેવન બીજી ઇનિંગ્સમાં માત્ર 216 રન બનાવી શકી હતી. અર્જુનની ટીમે ચૌથી ઇનિંગમાં જરૂરી રન બનાવી મેચ પર વિજય હાંસલ કર્યો હતો.


વીનૂ માંકડ ટ્રોફીમાં પણ કર્યું હતું શાનદાર બોલિંગ
યુવા અર્જુન તેંડુલકર હાલમાં જ વીનૂ માંકડ ટ્રોફિમાં પણ શાનદરા બોલિંગ કરી હતી અને મુંબઇને ગુજરાત પર જીત હાંસલ કરાવી હતી. તેણે તે દરમિયાન મેચમાં 5 વિકેટ લીધી હતી. અર્જુન સતત સારૂ પ્રદર્શન કરે કેમકે તેના પ્રદર્શનના દમ પર તે ટીમ ઇન્ડિયામાં શામેલ થવા ઇચ્છે છે. અર્જુન તેંડુલકર એક ઓલરાઉન્ડર ખેલાડી છે. ત્યારે મુંબઇની અંડર-14 અને અંડર 16નો ભાગ રહ્યો છે. તે દરમિયાન તેણે સતત સારૂ પ્રદર્શન કર્યું છે. મધ્ય પ્રદેશ અને આસામની સામે તેના પ્રફોર્મન્સની પણ પ્રસંશા કરવામાં આવે છે.


ટીમ ઇન્ડિયાને કરાવે છે નેટ પ્રેક્ટિસ
આ વર્ષે અર્જુનની શ્રીલંકાની સામે અંડર-19 ટીમ માટે પણ પંસદગી કરવામાં આવી હતી. અર્જુન તેંડુલકરને ભવિષ્યના સ્ટારના રૂપમાં જોવામાં આવી રહ્યો છે. તેણે ટીમ ઇન્ડિયા માટે પણ ઘણી તકો પર પ્રેક્ટીસ દરમિયાન બોલિંગ કરતા જોવા મળ્યો છે. ઇંગ્લેન્ડની સામે હાલમાં સીરીઝમાં પણ તે ટીમ ઇન્ડિયા માટે નેટ બોલિંગ કરતા જોવા મળ્યો હતો.


મહિલા ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડને પણ કરાવે છે અભ્યાસ
ગત વર્ષ આઇસીસી મહિલા વર્લ્ડ કર દરમિયાન પણ અર્જુન ભારતીય મહિલા ક્રિકેટ ટીમને નેટ પ્રેક્ટિસ કરાવતા જોવા મળ્યો હતો. તમને જણાવી દઇએ કે અર્જુન તેંડુલકરે ઘણા આંતરરાષ્ટ્રીય સ્તરના બોલરોને તેની બોલિંગથી પ્રેક્ટિસ કરાવવાનો અનુભવ છે. ઇંગ્લેન્ડમાં બોલરોને અભ્યાસ કરવા સમયે અર્જુનના એક યોર્કરે જોની બેયરસ્ટોને ઇજાગ્રસ્ત કર્યો હતો. અર્જુન ઘણીવાર આંતરરાષ્ટ્રી ટીમોને અભ્યાસ કરાવતા જોવા મળ્યો છે.


સ્પોર્ટના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...