નવી દિલ્હીઃ ફીફા વર્લ્ડ કપની બીજી સેમીફાઇનલ ઈંગ્લેન્ડ અને ક્રોએશિયા વચ્ચે આજે રમાશે. લુજનિકી સ્ટેડિયમમાં રમાનારી આ મેચને લઈને ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર ખૂબ ઉત્સાહિત છે. સચિને પોતાની ફેવરિટ ટીમ વિશે રાજ ખોલી દીધું છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા ઈંગ્લેન્ડની ટીમનું સમર્થન કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેંડુલકરે વીડિઓ જારી કરતા પોતાના ફેન્સને કહ્યું- હું આ વખતે ઈંગ્લેન્ડને સપોર્ટ કરી રહ્યો છું. વીડિઓમાં તે કિક લગાવતો જોવા મળી રહ્યો છે- કમ ઓન ઈંગ્લેન્ડ. મહત્વનું છે કે ડેવિડ બેકહમ અને વેન રૂની જેવા મોટા સ્ટાર પ્લેયર્સની હાજરી છતા ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડ કપની છેલ્લી કેટલિક એડિશનમાં શાનદાર પ્રદર્શન કરવામાં અસફળ રહી હતી. 



તેવામાં જ્યારે આ ટીમ કેટલાક નાના-મોટા સિતારાઓની સાથે રૂસમાં યોજાનારા વર્લ્ડકપમાં ભાગ લેવા પહોંચી તો કોઈએ તેને ટાઇટલની દાવેદાર ન ગણાવી, પરંતુ આ ટીમે અવિશ્વસનિય પ્રદર્શન કરીને તમામને ચોંકાવી દીધા અને હવે તે 28 વર્ષ બાદ વર્લ્ડકપમાં સેમીફાઇનલ મેચ રમશે. તેનો સામનો જાયન્ટ કિલર ગણાતી ક્રોએશિયાઇ ટીમ સામે છે. આ મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 11.30 કલાકે શરૂ થશે. 


ઈંગ્લેન્ડની ટીમ જ્યારે 1966માં અંતિમ વાર ફાઇનલમાં પહોંચી હતી, ત્યારે ચેમ્પિયન બની હતી. તેવામાં ટીમ પાસેથી આશા છે કે આ વખતે પણ ફાઇનલમાં પહોંચશે તો ટાઇટલ જીતશે. આ પહેલા ઈંગ્લેન્ડની ટીમ 1990માં સેમીફાઇનલમાં પહોંચી હતી જ્યાં તેનો પરાજ્ય થયો હતો.