સચિન તેંડુલકર આ ક્રિકેટરની બાયોપિકમાં જોવા મળશે, થઈ ગઈ મોટી જાહેરાત
બાયોપિક ફિલ્મ `800`ના પ્રોડક્શન હેડે જણાવ્યું છે, `આ ફિલ્મ માત્ર મુરલીધરનના ક્રિકેટ કરિયરમાં બનાવેલા રેકોર્ડ્સ પર જ નહીં, પરંતુ તેમની અંગત જિંદગી અને તેના પરિવાર પર પણ આધારિત હશે.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના મહાન બેટ્સમેન અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર ટૂંક સમયમાં એક ક્રિકેટરની બાયોપિક ફિલ્મમાં જોવા મળશે. મેદાન પર એક શાનદાર વિરોધી માટે જાણીતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર શ્રીલંકન દિગ્ગજ મુથૈયા મુરલીધરનની બાયોપિક ફિલ્મમાં જોવા મળશે. તેની જાહેરાત કરી દેવામાં આવી છે.
શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરનની બાયોપિક ફિલ્મ '800'મા સચિન તેંડુલકર પણ જોવા મળશે. આ વાતની જાહેરાત ફિલ્મના DAR મોશન પિક્ચર્સના પ્રોડક્શન હેડ સેતુમાધવને કરી છે. આ વિશે સેતુમાધવને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, 'સચિન તેંડુલકર વિશ્વનો બેસ્ટ બેટ્સમેન હતો અને મુરલીધરન વિશ્વનો શ્રેષ્ઠ બોલર હતો. તેના ક્રિકેટ કરિયરનો એક મોટો ભાગ સાથે-સાથે ચાલ્યો છે. બસ આ માટે સચિન ફિલ્મનો ભાગ હશે.'
સચિન તેંડુલકર જે રીતે હજુપણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન અને 100 સદી ફટકારનાર બેટ્સમેન છે. તો શ્રીલંકન દિગ્ગજ મુથૈયા મુરલીધરન વિશ્વમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર છે, જેણે ટેસ્ટ ક્રિકેટમાં 800 વિકેટ ઝડપી છે. આ કારણ છે કે મુરલીધરનની બાયોપિક ફિલ્મનું નામ 800 રાખવામાં આવ્યું છે. આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થશે.
ટીમ ઇન્ડિયાના નવા કોચની પસંદગી પ્રક્રિયામાં થશે વિલંબ, જાણો શું છે કારણ...
બાયોપિક ફિલ્મ '800'ના પ્રોડક્શન હેડે જણાવ્યું છે, 'આ ફિલ્મ માત્ર મુરલીધરનના ક્રિકેટ કરિયરમાં બનાવેલા રેકોર્ડ્સ પર જ નહીં, પરંતુ તેમની અંગત જિંદગી અને તેના પરિવાર પર પણ આધારિત હશે, જેથી લોકોને પ્રેરણા મળશે.' મહત્વનું છે કે સચિન તેંડુલકરની બાયોપિક સચિન એ બિલિયન ડ્રીમ્સ થોડા વર્ષો પહેલા રિલીઝ થઈ હતી.
આ ફિલ્મમાં અર્જુન રણતુંગા, અરવિંદા ડિસિલ્વા, રોશન મોહનામા, હશન તિલકરત્ને, સનથ જયસૂર્યા, લસિથ મલિંગા, સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ, અમ્પાયર ડેરેલ હેયર સહિત વિશ્વના તમામ ક્રિકેટ લેજન્ડ આ ફિલ્મમાં જોવા મળવાના છે. આ સિવાય મુરલીધરનની પત્ની (ભારતીય) માધી પણ આ ફિલ્મમાં જોવા મળશે.