સાગર હત્યાકાંડ: Sushil Kumar ના 4 દિવસ વધ્યા પોલિસ રિમાન્ડ, દર 24 કલાકમાં થશે મેડિકલ
સાગર મર્ડર કેસમાં (Sagar Murder Case) ધરપકડ કરાયેલા ઓલિમ્પિયન સુશીલ કુમારની (Sushil Kumar) મુશ્કેલીઓ વધી રહી છે. શનિવારે, દિલ્હી પોલીસે (Delhi Police) તેને રોહિણી કોર્ટમાં રજૂ કર્યો હતો
નવી દિલ્હી: સાગર મર્ડર કેસમાં (Sagar Murder Case) ધરપકડ કરાયેલા ઓલિમ્પિયન સુશીલ કુમારની (Sushil Kumar) મુશ્કેલીઓ વધી રહી છે. શનિવારે, દિલ્હી પોલીસે (Delhi Police) તેને રોહિણી કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટ પાસેથી 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે, સુનાવણી બાદ કોર્ટે સુશીલના રિમાન્ડમાં ફક્ત 4 દિવસનો વધારો કરવાનો ચુકાદો આપ્યો હતો.
પૂછપરછમાં સહયોગ નથી કરી રહ્યો સુશીલ
દિલ્હી પોલીસે અદાલતને કહ્યું કે, 'સુશીલ કુમાર તે ઘાતકી ગુનાનો માસ્ટર માઇન્ડ અને મુખ્ય ગુનેગાર છે, જેમાં એક યુવાન રેસલરની હત્યા કરવામાં આવી હતી. એક આરોપીની વીડિયો ક્લિપ અને એક સાક્ષીના નિવેદનથી આ વાત સ્પષ્ટ છે. ત્યારે છેલ્લા 6 દિવસથી રિમાન્ડ દરમિયાન પણ સુશીલ કુમારે સહયોગ આપ્યો નથી. અમારા માટે વાંધાજનક પુરાવા મુશ્કેલ છે. આરોપીઓના મોબાઈલ ફોન પણ હજી સુધી મળ્યા નથી. ઘટનાના દિવસે જે કપડા સુશીલ કુમારે પહેર્યા હતા તે પણ શોધવાના છે. આવી સ્થિતિમાં અમે કોર્ટ પાસે 7 દિવસના વધારાના રિમાન્ડની માંગ કરીએ છીએ.
આ પણ વાંચો:- Paytm થી કોઈ અજાણી વ્યક્તિને કર્યા છે પૈસા ટ્રાન્સફર! જાણો કઈ રીતે મેળવી શકો છો પાછા
દર 24 કલાકમાં થશે સુશીલનું મેડિકલ
આ અરજીની સુનાવણી બાદ રોહિણી કોર્ટે સુશીલ કુમાર અને તેના સાથી અજય સેહરવતને પોલીસને 4 દિવસની કસ્ટડી આપી છે. આ સાથે કોર્ટે દિલ્હી પોલીસને સુશીલ કુમારનું મેડિકલ દર 24 કલાકમાં એકવાર કરાવી લેવા નિર્દેશ આપ્યો. કોર્ટે કહ્યું કે સુશીલ કુમારના વકીલો જ તેમને પોલીસ કસ્ટડીમાં મળવા જઈ શકે છે. આ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિને સુશીલને મળવા દેવામાં આવશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube