હમ ફિટ તો ઈન્ડિયા ફિટઃ સાઇનાએ પૂરી કરી રાઠોડની ચેલેન્જ, ગંભીર, સિંધુને આપ્યો પડકાર
દિગ્ગજ બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલે સૌથી પહેલા આ મુહિમનો સ્વીકાર કરતા ચેલેન્જને પૂરી કરી દીધી છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય ખેલ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે દેશમાં ફિટનેસને મહત્વ આપવા માટે મંગળવારે સોશિયલ મીડિયાનો સહારો લીધો અને આ મુહિમમાં પ્રથમ પડકાર ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી, સ્ટાર બેડમિન્ટન સાઇના નહેવાલ અને બોલીવુડ સ્ટાર રિકિત રોશનને આપ્યો. ખેલ મંત્રીએ કસરત કરતો પોતાનો એક વીડિયો ટ્વીટર પર શેર કર્યો હતો અને તેના માધ્યમથી વિરાટ, સાઇના અને રિતિકને ચેલેન્જ કરતા આ મુહિમમાં સામેલ થવાની અપિલ કરી હતી. આ ચેલેન્જને સૌથી પહેલા સાયના નેહવાલે પૂરી કરી છે.
રાજ્યવર્ધન સિંહ રાઠોડે આપ્યો 'હમ ફિટ તો ઇન્ડિયા ફિટ'નો મંત્ર, રિતિક, સાઇના અને વિરાટને આપી ચેલેન્જ
હજુ રાઠોડના ટ્વીટની થોડી કલાકો થઈ હતી. તો દિગ્ગજ બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલે સૌથી પહેલા આ મુહિમનો સ્વીકાર કરતા ચેલેન્જને પૂરી કરી દીધી છે. સાઇનાએ પણ પોતાની કસરતનો એક વીડિયો શેર કર્યો છે અને આ મુહિમ માટે તેના નામને પસંદ કરવા માટે આભાર વ્યક્ત કર્યો છે. સાઇનાએ ટ્વીટ કરતા લખ્યું, હમ ફિટ હે, તો ઇન્ડિયા ફિટ છે ચેલેન્જ માટે મને પસંદ કરવા માટે તમારો આભાર રાજ્યવર્ધન સિંહ રાઠોડ સર.
આ સાથે સાઇનાએ આ ચેલેન્જ પોતાની સાથે અને રિયો ઓલંમ્પિકમાં સિલ્વર મેડાલિસ્ટ પીવી સિંધુ, ક્રિકેટર ગૌતમ ગંભીર અને ફિલ્મ બાહુબલીના અભિનેતા રાણા દગ્ગુબાતીને આ ચેલેન્જ આગળ વધારી છે. સાઇનાએ લખ્યું, તમે ખુદને કેમ ફિટ રાખો છો તેનો ફોટો અને વીડિયો #FitnessChallenge સાથે તમારા મિત્રો અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરો. આ છે મારો વીડિયો અને હું રાણા દગ્ગુબલી, પીવી સિંધુ અને ગૌતમ ગંભીરને ચેલેન્જ કરુ છું. મહત્વનું છે કે, રાઠોડની આ પહેલની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે.