નાનજિંગ (ચીન): ભારતની સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલને વિશ્વ ચેમ્પિયનશિપમાં શુક્રવારે નિરાશા હાથ લાગી. વર્લ્ડ નંબર-10 લાઇના મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનની દિગ્ગજ કૈરોલિના મારિન સામે હારીને બહાર થઈ ગઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિયો ઓલંમ્પિકની ગોલ્ડ મેડલ વિજેતા મારિને સાઇનાને ક્વાર્ટર ફાઇનલમાં માત્ર 31 મિનિટની અંદર સીધા સેટમાં  21-6, 21-11થી પરાજય આપ્યો. 


સાઇના આ સાથે મારિન વિરુદ્ધ પોતાના કેરિયરનો પાંચમો મેચ હારી છે, તેવામાં સાઇના અને વર્લ્ડ નંબર-8 મારિન વચ્ચે મુકાબલાનો રેકોર્ડ 5-5થી બરોબર થઈ ગયો છે. 


આ ચેમ્પિયનશિપમાં શુક્રવારે મિક્સ ડબલ્સ વર્ગમાં સાત્વિક સાઇરાજ રેંકી રેડ્ડી અને અશ્વિનની પોનપ્પાની જોડીને પણ હારનો સામનો કરવો પડ્યો. 


અશ્વિની અને સાત્વિકની જોડીને ચીનની ઝેંગ સિવેઇ અને હુઆં કિયોંગની જોડીએ સીધા સેટમાં 21-17, 21-10થી હરાવીને બહાર કર્યા. બંન્ને જોડી વચ્ચે આ મેચ 36 મિનિટ સુધી ચાલી હતી.