નવી દિલ્હીઃ ભારતની બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલ આ વર્ષે લગ્નના બંધનમાં બંધાવાની છે. ભારતીય  શટલરો સાઇના નેહવાલ અને પારૂપલ્લી કશ્યપ આ વચ્ચે ડિસેમ્બરમાં લગ્ન કરવા જઈ રહ્યાં છે. તેના વેડિંગ  કાર્ડની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. સાઇના અને કશ્યપે પહેલા તે વાતની ખાતરી કરી  દીધી હતી કે 16 ડિસેમ્બર 2018ના રોજ લગ્ન કરવાના છે. સાઇનાએ પણ આ ખબર પર મહોર લગાવી દીધી  હતી કે તે શટલર કશ્યપ સાથે યોગ્ય સમયે લગ્ન કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાઇનાએ કશ્યપ સાથે પોતાના પ્રેમ સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. જ્યારે સાઇનાને પૂછવામાં આવ્યું કે,  તેણે ડિસેમ્બર લગ્ન માટે કેમ પસંદ કર્યો તો સાઇનાએ કહ્યું કે, બંન્ને માત્ર આ તારીખે ફ્રી હતા. સાઇનાએ કહ્યું કે, હું  20 ડિસેમ્બરથી પ્રીમિયર બેડમિન્ટન લીગમાં વ્યસ્ત થઈ જઈશ અને ટોક્યો ગેમ્સના ક્વોલિફાયરમાં રમવાનું છે.  તો અમારી પાસે લગ્ન માટે માત્ર આ તારીખ હતી. પ્રીમિયર બેડમિન્ટન લીગમાં સાઇના નાર્થઈસ્ટર્ન વોરિયર્સ  તરફથી રમશે. 


મહત્વનું છે કે, બંન્નેને પ્રથમ મુલાકાત 2005માં પુલેલા ગોપીચંદના એકેડમીમાં ટ્રેનિંગ દરમિયાન થઈ હતી. 28  વર્ષીય સાઇના અને 32 વર્ષીય કશ્યપ હવે તે લીગમાં સામેલ થઈ જશે, જેમાં દીપિકા પલ્લીકલ-દિનેશ કાર્તિક,  ઈશાંત શર્મા- પ્રતિમા સિંહ અને રેસલર ગીતા ફોગટ-પવન કુમાર અને સાક્ષી મલિક-સત્યવ્રત કાડિયાન છે. 20  ટાઇટલ જીતી ચુકેલી સાઇનાએ ઓલંમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું હતું. પારૂપલ્લી કશ્યપે પણ  બેડમિન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તે છઠ્ઠા રેન્ક પર રહ્યો હતો. 





પી. કશ્યપે 2014માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. કશ્યપ સાઇનાને હંમેશા પોતાની સારી મિત્ર  અને પાર્ટનર ગણાવતો આવ્યો છે. બંન્નેની ઇંસ્ટાગ્રામ પર એક સાથે ઘણી તસ્વીરો પણ છે. સોશિયલ મીડિયા પર  સાઇના અને કશ્યપના લગ્નનું કાર્ડ વાયરલ થઈ રહ્યું છે. 


ઉલ્લેખનીય છે કે, બંન્ને બેડમિન્ટન ખેલાડીઓએ સ્વીકાર કર્યો કે, તે છેલ્લા 10 વર્ષથી ડેટ કરી રહ્યાં છે, પરંતુ  જાહેરમાં તેમણે આ વાતનો પ્રથમવાર સ્વીકાર કર્યો છે. સાઇનાએ જણાવ્યું, અમે 2007-08થી મોટા પ્રવાસે સાથે  જઈ રહ્યાં હતા. અમે એકસાથે ઘણી ટૂર્નામેન્ટ રમી છે, તાલિમ લીધી છે અને એકબીજા પર ધ્યાન આપવાનું શરૂ  કર્યું હતું.