હૈદરાબાદઃ ગોલ્ડ કોસ્ટ રાષ્ટ્રમંડળ ગેમ્સમાં ટાઇટલ જંગ બાદ સાયના નેહવાલ અને પીવી સિંધુ રાષ્ટ્રીય બેન્ડમિન્ટન કોચ પુલેલા ગોપીચંદની અલગ-અલગ એકેડમીમાં અભ્યાસ કરી રહી છે. જેથી એકબીજાની રણનીતિ અને નવી ટેકનિકનો ખ્યાલ ન આવે. બંન્ને રાષ્ટ્રીય કોચ પુલેલા ગોપીચંદના માર્ગદર્શનમાં અભ્યાસ કરી રહી છે. આ ઘટનાક્રમ ગોલ્ડ કોસ્ટ રાષ્ટ્રમંડળ ગેમ્સ બાદનો છે, જેમાં સાયનાએ સિંધુને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે આ ઘટના વિશે ગોપીચંદને પુછવામાં આવ્યો તો તેમણે કહ્યું, કોચિંગ ટીમ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું, ખેલાડીઓના હિતમાં કોચિંગ ટીમ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમે અલગ-અલગ સમયે બંન્નેના સમય અનુસાર ટ્રેનિંગ આપી રહ્યાં છીએ. આ નવી વ્યવસ્થા હેઠળ ગોપીચંદે પોતાનો સમય બે એકેડમી સાથે વેંચવો પડી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોપીચંદ પ્રમાણે, મને કોઇ સમસ્યા નથી. બધુ બરાબર ચાલી રહ્યું છે. ખેલાડીઓ પણ સારૂ કરી રહ્યાં છે. અડધા કિલોમીટરના અંતરે ગોપીચંદના બે ટ્રેનિંગ સેન્ટર્સ છે. નવી એકેડમી કેટલાક વર્ષો પહેલા અસ્તિત્વમાં આવી. તેમાં ખેલાડીઓને સિંગલ ટ્રેનિંગ આપવામાં આવે છે. પરંતુ જ્યારે બંન્નેને અલગ-અલગ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. લોકોને આ વાત પર આશ્ચર્ય થઈ રહ્યું છે. 


સિંધુના પિતા પી વી રમન્નાએ કહ્યું, સિંધુ નવી એકેડમીમાં અભ્યાસને લઈને અસહજ હતી. આ વ્યક્તિગત રમત છે તેથી પ્રતિસ્પર્ધા રહેશે જેથી તેણે રાષ્ટ્રમંડળ ગેમ્સ બાદ જુની એડેકમીમાં પ્રેક્ટિસ કરવાનો નિર્ણય લીધો. 


તેમણે કહ્યું, એક સાથે પ્રેક્ટિસ કરીને બંન્ને એકબીજાની નબળાઇઓ, ફિટનેસ અને રણનીતિ વિશે જાણ થઈ જશે. તેમણે કહ્યું, આજ કારણે સાયનાએ એકેડમી છોડીને વિમલ કુમારની પાસે જવાનો નિર્ણય કર્યો હતો અને ત્રણ વર્ષ બાદ ગોપીચંદ એકેડમીમાં પરત ફરી. 


ગોપીચંદની બીજી એકેડમી જુની એકેડમીથી દોઢ કિમી દૂર છે. ખેલાડીઓ નવી એકેડમી પર અભ્યાસ કરી રહ્યાં છે. સમન્નાએ કહ્યું, ગોપી સવારે સાતથી 8.30 સુધી તેને પ્રેક્ટિસ કરાવે છે ત્યારબાદ બે ઈન્ડોનેશિયાઇ કોચની દેખરેખમાં તે પ્રેક્ટિસ કરે છે.