તૂટી ગયું Saina Nehwal નું બીજો ઓલિમ્પિક મેડલ જીતવાનું સપનું, કોરોનાને કારણે લાગ્યો ઝટકો
બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) એ શુક્રવારે સ્પષ્ટ કરી દીધુ કે ક્વોલીફિકેશન સમયની અંદર કોઈ ટૂર્નામેન્ટ યોજાશે નહીં અને હાલના રેન્કિંગમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
નવી દિલ્હીઃ ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંત (Kidambi Srikant) અને સાઇના નેહવાલ (Saina Nehwal) માટે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic) રમતમાં ક્વોલીફાઇ કરવાની આશા સમાપ્ત થઈ ગઈ છે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) એ શુક્રવારે સ્પષ્ટ કરી દીધુ કે ક્વોલીફિકેશન સમયની અંદર કોઈ ટૂર્નામેન્ટ યોજાશે નહીં અને હાલના રેન્કિંગમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
તૂટી ગયું ઓલિમ્પિક મેડલનું સપનું
વિશ્વના પૂર્વ નંબર એક પુરૂષ ખેલાડી શ્રીકાંત (Kidambi Srikant) અને 2012 લંડન ઓલિમ્પિક (2012 London Olympic) ની બ્રોન્ઝ મેડલ વિજેતા સાઇના નેહવાલની આશા લગભગ તે સમયે તૂટી ગઈ જ્યારે કોરોના મહામારીને કારણે સિંગાપુરમાં યોજાનાર ઓલિમ્પિક ક્વોલીફાયર ટૂર્નામેન્ટ રદ્દ થઈ હતી. તે સમયે BWF નું કહેવું હતું કે ટોક્યો ઓલિમ્પિક ક્વોલીફાઇંગને લઈને બાદમાં વધુ એક નિવેદન જારી કરશે ત્યારે લાગ્યું હતું કે આ બન્ને ખેલાડીઓને એક તક મળી શકે છે.
BWF એ શુક્રવારે નિવેદન જારી કરી કહ્યું- બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન પુષ્ટિ કરે છે કે ટોક્યો 2020 ઓલિમ્પિક રમતોના ક્વોલીફાઇંગ સમયની અંદર હવે કોઈ ટૂર્નામેન્ટ રમાશે નહીં. ટોક્યો રમતની ક્વોલીફાઇંગ અવધી સત્તાવાર રીતે 15 જૂન 2021ના પૂરી થઈ રહી છે. તેવામાં વર્તમાન રેસ ટૂ ટોક્યો રેન્કિંગની યાદીમાં કોઈ ફેરફાર થશે નહીં.
આ પણ વાંચોઃ WTC Final : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ખાસ 'જર્સી' પહેરી ઉતરશે ટીમ ઈન્ડિયા
કોરોનાને કારણે રદ્દ થઈ અનેક ટૂર્નામેન્ટ
હાલના સ્વાસ્થ્ય સંકટને કારણે વિશ્વ સંસ્થાએ ત્રણ મહત્વપૂર્ણ આયોજનેને સ્થગિત કર્યા બાદ ક્વોલીફિકેશન અવધિ લગભગ બે મહિના વધારીને 15 જૂન કરી દીધી હતી. કોરોના વાયરસ મહામારીની બીજી લહેરને કારણે ઈન્ડિયા ઓપન, મલેશિયા ોપન અને સિંગાપુર ઓપનનું આયોજન ન થઈ શક્યું.
BWF ના મહાસચિવ થોમસ લુંડે કહ્યુ- ઓલિમ્પિક ક્વોલિફિકેશન પ્રક્રિયા પ્રભાવી રૂપથી બંધ થઈ ગઈ છે કારણ કે ખેલાડીઓ માટે પોઈન્ટ હાસિલ કરવાની હવે કોઈ તક નથી. ભારત માટે મહિલા સિંગલમાં પીવી સિંધુ, પુરૂષ સિંગલમાં બી સાઈ પ્રણીત અને ચિરાગ શેટ્ટી તથા સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડીએ પુરૂષ ડબલ્સમાં ક્વોલિફિકેશન હાસિલ કર્યું છે.
સ્પોર્ટ્સના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube