`હું કુસ્તી છોડી રહી છું..` ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિકે રડતાં-રડતાં કરી મોટી જાહેરાત
ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહના વિશ્વાસુ સંજય સિંહ કુસ્તી મહાસંઘના નવા અધ્યક્ષ બનવાની સાથે મોટો વિવાદ શરૂ થઈ ગયો છે. ભારતીય રેસલરોએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં સાક્ષી મલિકે રેસલિંગ છોડવાની જાહેરાત કરી છે.
નવી દિલ્હીઃ ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહના નજીકના સંજય સિંહને રેસલિંગ ફેડરેશન (WFI)ના પ્રમુખ તરીકે ચૂંટવાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. પ્રેસ કોન્ફરન્સમાં ભાવુક થઈ અનુભવી રેસલર સાક્ષીએ કહ્યું કે ફેડરેશન સામેની લડાઈમાં ઘણા વર્ષો લાગ્યા. જે આજે અધ્યક્ષ બન્યા છે તે પોતાના પુત્ર કરતા પણ વહાલા છે અથવા તમે કહી શકો કે તેનો જમણો હાથ. કોઈ મહિલાને ભાગીદારી આપવામાં ન આવી. હું મારી કુસ્તી છોડી દઉં છું.
તો નિવેશ ફોગાટે કહ્યું કે અમે દરેક રીતે પ્રયાસ કર્યો અને દિલ્હીના રસ્તાઓ પર બેઠા. અમે નામ લઈને જણાવ્યું હતું કે યુવતીઓને બચાવી લેજો. અમારે ત્રણ-ચાર મહિના રાહ જોવી પડી અને કંઈ ન થયું. આજે સંજય સિંહને અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તેના પ્રમુખ બનવાથી મહિલા ખેલાડીઓએ ફરી શિકાર બનવું પડશે. અમે જે લડાઈ લડી રહ્યાં હતા તેમાં સફળ થઈ શક્યા નથી. અમને ખબર નથી કે દેશમાં ન્યાય કઈ રીતે મળશે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube