માહીને મિસ કરી રહી છે સાક્ષી, ધોનીના સ્વાગત માટે તૈયાર છે ખાસ ગિફ્ટ
લેફ્ટિનેન્ટ કર્નલ એમએસ ધોની વિશ્વ કપ બાદ કાશ્મીરમાં આર્મી ડ્યૂટી પર છે. વિશ્વકપ બાદ ધોનીએ નિવૃતીની અફવાઓ પર વિરામ લગાવતા સાક્ષીએ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જાણકારી આપી કે ધોની 2 મહિના માટે ભારતીય સેનાની સાથે રહેશે.
રાંચીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનો કાર અને બાઇકનો પ્રેમ જાણીતો છે. ધોનીના ગેરેજમાં હમરથી લઈને ફરારી સહિત ઘણી કાર છે. તો હવે નવી લાલ કાર JEEP GRAND CHEROKEE પણ માહિના ગેરેજમાં પહોંચી ગઈ છે. હકીકતમાં સાક્ષીએ પોતાના ઘરે ખરીદેલી જીપની એક તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું કે, welcome home#red beast! your toy is finaly hear missing you@ mahi really missing you.
લેફ્ટિનેન્ટ કર્નલ ધોની છે આર્મી ડ્યૂટી પર,,
હકીકતમાં લેફ્ટિનેન્ટ કર્નલ એમએસ ધોની વિશ્વ કપ બાદ કાશ્મીરમાં આર્મી ડ્યૂટી પર છે. વિશ્વકપ બાદ ધોનીએ નિવૃતીની અફવાઓ પર વિરામ લગાવતા સાક્ષીએ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જાણકારી આપી કે ધોની 2 મહિના માટે ભારતીય સેનાની સાથે રહેશે. જેની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થતી રહે છે.
ધોની સેનાની ડ્યૂટીની સાથે-સાથે લોકોના દિલ જીતવાનું કામ પણ કરી રહ્યો છે. કાશ્મીરમાં ધોનીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે, જેમાં ક્યારેક તે ટેરોટોરિયલ આર્મીની સાથે વોલીબોલ રમતો દેખાય છે, તો ક્યારેક ગીત ગાતો હોય છે. હાલમાં ધોની બૂટ પોલિશ કરતો જોવા મળ્યો હતો.
1 કરોડની હમર કાર છે ધોનીની પાસે
તમને જણાવી દઈએ કે વિશ્વના શાનદાર ક્રિકેટરોમાં સામેલ ધોની કાર અને બાઇકનો મોટો શોખિન છે. ધોનીની પાસે જુદા-જુદા મોડલની બાઇક્સ અને કારનું સારૂ કલેક્શન છે. ધઓનીના કલેક્શનમાં એક કરોડની કિંમત વાળી રોયલ ગાડી હમર પણ સામેલ છે. આ સિવાય ઓડી ક્યૂ-7, લેન્ડ લોવર અને ફરારી સહિત મોડિફાઇડ સ્કોર્પિયો ગાડીઓ ભારતીય ખેલાડીના કાર કલેક્શનમાં સામેલ છે. હવે એક નવી કાર પણ ધોની માટે તેના ગેરેજમાં રાહ જોઈ રહી છે.