નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની (MS Dhoni)ની પત્ની સાક્ષી ધોનીએ પોતાના 32મા જન્મદિવસ પર અનેક રાઝ ખોલ્યા છે. સૌથી પહેલું રાઝ તો એ છે કે કેપ્ટન કુલના નામથી જાણીતા ધોનીને પણ ગુસ્સો આવે છે. સાથે તેણે જણાવ્યું કે, ધોની પોતાનો ગુસ્સો ક્યાં ઉતારે છે. સાક્ષીએ આ બધી વાતો ચેન્નઈ સુપર કિંગ્સના સોશિયલ પેજ પર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીએસકેએ સાક્ષીનો આ વીડિયો પોતાના ટ્વિટર પેજ પર શેર કર્યો છે. સાક્ષી વીડિયોમાં કહે છે, તે એકમાત્ર એવી વ્યક્તિ છે, જે એમએસ ધોનીને પરેશાન કરી શકે છે. સાથે તે જણાવે છે કે તે બીજાનો ગુસ્સો મારા પર ઉતારી દે છે, પરંતુ હું તેનાથી ઠીક છું. તેણે કહ્યું કે, માહી લગભગ આમ એટલા માટે કરે છે કારણ કે હું તેની સૌથી વધુ નજીક છું. આ વીડિયોમાં તેણે જણાવ્યું કે, ક્રિકેટ વિશે ક્યારેય ધોની સાથે વાત થતી નથી. 


સુરેશ રૈના 34માં જન્મદિવસ પર 34 શાળાઓને ભેટ આપશે, 10 હજાર બાળકોને થશે ફાયદો


પોતાની પુત્રી ઝિવાને લઈને કહ્યું, તે પોતાના પિતાને છોડીને કોઈ અન્યની વાત સાંભળતી નથી. મારે તેને જમવા માટે 10 વખત કહેવું પડે છે, પરંતુ જ્યારે માહી કહે છે તો એકવારમાં ભોજન કરી લે છે. સાક્ષીએ પતિના લાંબા વાળની વાત કરતા કહ્યું કે, તે સૌભાગ્યથી મેં નથી જોયા, કારણ કે જો હું તેને જોતી તો ત્યારે તે તરફ નજર કરી નથી. આવા વાળ તો જોન અબ્રાહમ પર સારા લાગે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર