લંડનઃ ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે ઈંગ્લેન્ડે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં ઈંગ્લેન્ડની ટીમ પાંચ મેચોની ટી20 સિરીઝ રમવાની છે. માત્ર 21 મેચ રમનાર સેમ બિલિંગ્સને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બિલિંગ્સ ટીમમાં મળેલી આ જવાબદારીથી ખુશ છે અને પોતાનો ભાગ્યશાળી માની રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડની ટી20 ટીમના વાઇસ કેપ્ટન બન્યા બાદ સેમ બિલિંગ્સે ખુશી વ્યક્ત કરી છે. ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં પાંચ મેચોની ટી20 સિરીઝનો પ્રારંભ 1 નવેમ્બરથી થશે. પ્રથમ ટી20 મેચ ક્રાઇસ્ટચર્ચમાં રમાશે. 


તેણે કહ્યું, 'આવી ઓળખ મળવી શાનદાર સિદ્ધી છે અને આ મોટું સન્માન છે. એક ઉભરતા લીડરના રૂપમાં ઓળખ મળવી એક મોટી તક છે. તેમાં પોતાને સોબિત કરવાની તક પણ છુપાયેલી છે.'

MS Dhoni કરી રહ્યો હતો પોતાની નવી ગાડીની સફાઇ, પુત્રી ઝીવાએ આ રીતે આપ્યો સાથ


ઈંગ્લેન્ડની 15 સભ્યોની ટી20 ટીમ
ઇયોન મોર્ગન (કેપ્ટન), જોની બેયરસ્ટો, ટોમ બેન્ટોન, સેમ બિલિંગ્સ, (વાઇસ કેપ્ટન), પેટ બ્રાઉન, સેમ કરન, જો ડેનલી, લુઈસ જોર્જરી, ક્રિસ જોર્ડન, સાદિક મસૂદ, ડાવિડ મલાન, મેટ પાર્કિસન, આદિલ રાશિદ, જેમ્સ વિન્સે.