IPL 2019: પોતાની હેટ્રિકથી અજાણ હતો સૈમ કરન, સાથી ખેલાડીએ આપી જાણકારી
કુરેનને આ વર્ષે પંજાબે સાત કરોડ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તે રોહિત શર્માને પછાડીને આઈપીએલમાં હેટ્રિક ઝડપનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે.
મોહાલીઃ આઈપીએલમાં હેટ્રિક ઝડપનાર સૌથી યુવા ઈંગ્લેન્ડ અને કિંગ્સ ઈલેવન પંજાબના ઓલરાઉન્ડર ખેલાડી સૈમ કુરેને કહ્યું કે, તેને ખ્યાલ ન હતો કે, દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ તેણે હેટ્રિક ઝડપી છે. ડાબા હાથના ફાસ્ટ બોલરની હેટ્રિક આઈપીએલની આ સિઝનની પ્રથમ હેટ્રિક છે. કિંગ્સ ઈલેવન પંજાબે આ મેચમાં દિલ્હી કેપિટલ્સને 14 રને પરાજય આપ્યો હતો.
કુરેનને આ વર્ષે પંજાબે સાત કરોડ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તે રોહિત શર્માને પછાડીને આઈપીએલમાં હેટ્રિક ઝડપનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. શર્માએ 2009માં 22 વર્ષની ઉંમરમાં ડેક્કન ચાર્જર્સ માટે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ આ સિદ્ધિ મેળવી હતી. કુરેને કહ્યું, 'મને હેટ્રિક વિશે ખ્યાલ ન આવ્યો. જ્યારે અમે મેચ જીત્યા તો એક ખેલાડી મારી પાસે આવીને બોલ્યો તે હેટ્રિક ઝડપી છે. મને ખ્યાલ નહતો.'
IPL 2019: પ્રથમ જીતની શોધમાં આમને-સામને ટકરાશે આરસીબી અને રોયલ્સ
દિલ્હીને 21 બોલમાં 23 રનની જરૂર હતી અને સાત વિકેટ બાકી હતી, પરંતુ કુરેને મેચનું પાસું પલ્ટી દીધું હતું. કુરેને કહ્યું, અશ્વિને મને જણાવ્યું કે શું કરવું છે. રયાન હેરિસ થર્ડમેન પર ઉભા હતા. સ્થાનિક બેટ્સમેનોના મામલામાં મારે ખેલાડીઓને પૂછવું પડે છે કે તે ક્યો શોટ રમશે. શમીએ બે ઓવર શાનદાર ફેંકી તેનો ફાયદો મળ્યો.