નવી દિલ્હી: એક બેટ્સમેન એક ઓવરમાં કેટલા રન બનાવી શકે છે. તમે કહેશો ક્રિકેટમાં 1 ઓવરમાં 6 બોલ હોય છે જો કોઇ બેટર તમામ બોલ પર સિક્સર ફટકારે તો 36 રન થશે. પરંતુ ક્રિકેટની દુનિયામાં આ બેટ્સમેને આ આ આંકડાને નાનો સાબિત કરી દીધો છે. તેણે તે કરી બતાવ્યું જેનાથી ક્રિકેટના પંડિત પણ આશ્વર્યચકિત થઇ ગયા. ફેન્સ પણ જોતા જ રહી ગયા. આવો અમે તમને જણાવીએ કે તે બેટ્સમેનએ આવું કેવી રીતે કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ઓવરમાં 8 સિક્સર
ઓસ્ટ્રેલિયાઇ બેટર સૈમ હૈરિસને સોરેંટો ડનક્રેગ સીનિયર ક્લબ તરફથી રમતાં નાથન બેનેટની એક ઓવરમાં 50 રન ફટકાર્યા. બેનેટએ ઓવરમાં 8 બોલ નાખ્યા હતા જેમાં 2 નો બોલ સામેલ હતા. આ ઘટના રમતની 39મી ઓવરમાં થઇ. આ કારનામા બાદ ઓસ્ટ્રેલિયાઇ બેટ્સમેને 39મી ઓવરમાં પોતાની હાફ સેન્ચુરી પુરી કરી અને 40મી ઓવરમાં સદી ફટકારી. સૈમ જ્યારે 80 રન પર હતા ત્યારે ઇનિંગની અંતિમ ઓવર કરી જેમાં તેમણે તોફાની અંદાજમાં 22 રન બનાવ્યા. સોરેન્ટો ડનક્રેગએ 40 ઓવરમાં 276 રન બનાવ્યા. જેમાં સૈમની શાનદાર સદી પણ સામેલ છે. 

મની લોન્ડ્રીંગ કેસ: જૈકલીન, નોરાને Luxury Car ગિફ્ટ કરી ચૂક્યો હતો 200 કરોડનો ઠગ આરોપી


ક્રિકેટની દુનિયામાં સૌથી મોંઘી ઓવર
ન્યૂઝિલેન્ડના ક્રિકેટર બર્ટ વેન્સ આ મામલે સૌથી આગળ છે. ફસ્ટ ક્લાસ ક્રિકેટ સુધી રમનાર વેંસએ 1990 માં 77 રનથી વધુની ઓવર ફેંકી હતી. આ હજુપણ ફસ્ટ ક્લાસ ક્રિકેટની સૌથી મોટી ઓવર છે. આ ઓવરમાં વેંસએ ઘણા ફૂટ ટોસ નો ફેંક્યા હતા. આ દરમિયાન તેમના બોલ પર એકવારમાં સતત પાંચ સિક્સર લાગી હતી. આ ક્રિક્રેટની દુનિયાની સૌથી મોંઘી ઓવર પણ છે. 


જ્યારે યુવરાજે ફટકારી હતી 6 સિક્સર
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 3 ખેલાડીઓએ 6 સિક્સર ફટકારી છે. યુવરાજ સિંહે ટી20 વર્લ્ડકપ 2007 માં ઇગ્લેંડૅના સ્ટૂઅર્ટ બ્રોડની એક ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. ત્યારબાદ તે રાતોરાત હીરો બની ગયા હતા. તો બીજી તરફ 6 સિક્સર ફટકારવાનો જાદૂ સૌથી પહેલાં સાઉથ આફ્રીકાના હર્શલ ગિબ્સે કર્યો હતો. તેમણે 2007માં નેધરલેંડ વિરૂદ્ધ આ કામને અંજામ આપ્યું હતું. કિરોન પોલાર્ડએ શ્રીલંકા વિરૂદ્ધ 6 સિક્સર ફટકારી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube