નવી દિલ્હીઃ નેપાળના યુવા સ્પિનર સંદીપ લામિછાનેને આઈપીએલમાં ઓછી તક મળી છે, પરંતુ તેણે આને પડકારની જેમ લેતા કહ્યું કે, તે દરેક તક પર ખુદને સાબિત કરવા માટે ઉતરે છે. લામિછાનેએ શનિવારે એક ઓવરમાં ક્રિસ ગેલ અને સેમ કરનની વિકેટ લઈને કિંગ્સ ઈલેવન પંજાબને મોટો સ્કોર બનાવવાથી રોક્યું હતું. લામિછાનેએ ગેલ અને કરનને 13મી ઓવરના ક્રમશઃ બીજા અને છેલ્લા બોલ પર આઉટ કર્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

18 વર્ષના લામિછાનેએ મેચ બાદ પત્રકાર પરિષદમાં કહ્યું, હું હંમેશા મારૂ કામ કરવા ઈચ્છતો હતો. મને જ્યારે પણ તક મળી, હું ખુદને સાબિત કરવા ઈચ્છું છું. 


લામિછાનેએ કહ્યું, ઘણીવાર નિરાશા થાય છે કે અંતિમ-11માં જગ્યા ન મળી, પરંતુ બધા તો ન રમી શકે. ટીમ મેનેજમેન્ટની પોતાની રણનીતિ છે અને તેની સમજ અમારાથી વધારે છે. તે સ્થિતિની અનુસાર અંતિમ ઈલેવન ઉતારે છે. લામિછાનેએ અત્યાર સુધી 5 મેચોમાં 8 વિકેટ ઝડપી છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર