Sania Mirza Exclusive Interview: સાનિયા મિર્ઝા, એક એવું નામ જેમને ટેનિસની દુનિયામાં એક સમયે ખળભળાટ મચાવી દીધો હતો. લગભગ 20 વર્ષ સુધી પેશેવર ટેનિસ રમ્યા બાદ સાનિયાએ સંન્યાસ લેવાનું મન બનાવી લીધું છે. ભારતની આ દિગ્ગજ ખેલાડીએ પહેલા જ જાહેરાત કરી દીધી છે કે તાજેતરની સીઝન મારી કરિયરની છેલ્લી સીઝન હશે. સાનિયાએ પોતાના જોયેલા એ સપનાની વાત પણ કરી જે અધૂરું રહી ગયું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈજાના સાથે રમી રહી છે
સાનિયાએ ઝી ન્યૂઝ સાથે એક્સક્લૂસિવ વાતચીતમાં જણાવ્યું છે કે, દરેક ચીજનો સમય પુરો થાય છે અને આપણે હંમેશાં તેનો સ્વીકાર કરવો પડે છે. પરંતુ આપણે એ જોવું જરૂરી છે કે બીજી પણ ઘણી ચીજો છે, જેના પર ધ્યાન આપવાનું છે. મારી જિંદગીમાં મારો પરિવાર છે, મારો પુત્ર છે. હું તેમના સાથે વધારે સમય પસાર કરવા માંગું છું. હું હવે થોડી નોર્મલ રહેવા માંગું છું. પુત્રને સ્કૂલમાંથી પિકઅપ-ડ્રોપ જેવી ચીજો. ઈમાનદારીથી જણાવું તો મને ઘણી શારીરિક ઈજાઓ છે, જેની સાથે હું રમી રહી છું.


'એક દિવસમાં ન લેવો નિવૃત્તિનો નિર્ણય'
તેમણે આગળ કહ્યું, 'હું 20 વર્ષથી પ્રોફેશનલ ટેનિસ રમી રહી છું. હું લગભગ 30 વર્ષથી આ રમતમાં મારું શ્રેષ્ઠ આપવાની કોશિશ કરી રહી છું. તેથી ઘણો સમય વીતી ગયો. નિવૃત્તિનો નિર્ણય એક રાતમાં લેવામાં આવ્યો નથી. કોઈ દિવસ તમે જાગો અને કહો કે બહુ થઈ ગયું... એવું થતું નથી. તેની સંપૂર્ણ પ્રક્રિયા છે. હું હંમેશા મારી પોતાની શરતો પર નિવૃત્તિ લેવા માંગુ છું. જ્યારે હું સારું રમું છું ત્યારે એવું નથી કે મને રમતમાંથી બહાર કરી દેવામાં આવે.


તે સપનું જે અધુરું રહી ગયું
પોતાના કરિયરમાં 6 ગ્રાન્ડ સ્લેમ જીતનાર સાનિયા મિર્ઝાએ કહ્યું, 'હા અમે ગત વખતે મેડલની ખૂબ જ નજીક આવ્યા હતા, પરંતુ હા તમે વિચારો છો તેમ બધું થતું નથી. મેં મારા જીવનમાં ઘણા સપના પૂરા કર્યા છે, પરંતુ એક સપનું જે મને લાગે છે તે એક મોટું સપનું છે જે અધૂરું રહી ગયું છે, તે છે ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું. હા પણ આ નસીબ છે. ક્યારેક નસીબ સાથે ચાલવું પડે છે.


ટેનિસ એકેડમીમાંથી કરી રહી છું આગામી પેઢીને તૈયાર
સાનિયા મિર્ઝા તેની ટેનિસ એકેડમી દ્વારા ઘણા બાળકોને તૈયાર કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, 'આવનારી પેઢી માટે તૈયારીઓ કરવી જોઈએ. હું નથી ઇચ્છતી કે ભારતીય ટેનિસ ત્યાં પહોંચી જાય, જ્યાંથી શરૂઆત કરી હતી. તેને વધુ આગળ વધવું જોઈએ. એ દુઃખદ છે કે ગ્રાન્ડ સ્લેમમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરવાવાળું કોઈ નથી. એટલા માટે હું નથી ઈચ્છતી કે આવી સ્થિતિ આવે.