નવી દિલ્હીઃ Sania Mirza Last Match: ભારતની સુપરસ્ટાર મહિલા ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાએ નિવૃત્તિ લઈ લીધી છે. ભારતમાં છેલ્લા બે દાયકામાં જો કોઈ મહિલા ખેલાડીનું નામ દરેક શહેરમાં જાણીતું હતું તો તે સાનિયા મિર્ઝાનું નામ હતું. તેણે ટેનિસમાં ન માત્ર પોતાનું પરંતુ ભારતનું નામ દુનિયામાં રોશન કર્યું છે. તેણે 5 માર્ચ 2023ના રવિવારે હૈદરાબાદમાં ભીની આંખો સાથે ટેનિસને અલવિદા કહ્યું. તેણે પોતાના કરિયરની શરૂઆત પણ હૈદરાબાદથી કરી હતી અને હવે અંત પણ ત્યાંથી કર્યો છે. 


સાનિયાએ તેની કારકિર્દીની છેલ્લી મેચ હૈદરાબાદના લાલ બહાદુર ટેનિસ સ્ટેડિયમમાં રમી હતી, જ્યાં તેણે લગભગ બે દાયકા પહેલા ડબલ્યુટીએ સિંગલ્સ ટાઇટલ જીતીને ભવ્ય ડેબ્યૂ કર્યું હતું. સાનિયાની છેલ્લી મેચ રમવા માટે ઘણા દિગ્ગજ ખેલાડીઓ હૈદરાબાદના મેદાન પર પહોંચ્યા હતા. તેમાં તેલંગાણાના રમતગમત મંત્રી તેમજ રોહન બોપન્ના, યુવરાજ સિંહ અને સાનિયા મિર્ઝાના બેસ્ટ ફ્રેન્ડ બેથેની મેટેકનો સમાવેશ થાય છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube