નવી દિલ્હી : ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ હાલમા જ એક દીકરાને જન્મ આપ્યો હતો. પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે સોશિયલ મીડિયા પર આ ખુશખબરી શેર કરી હતી. તેના બાદ શોએબ અને સાનિયાએ દીકરાના નામ વિશે પણ માહિતી આપી હતી. સાનિયા મિર્ઝાએ દીકરા ઈજાન મિર્ઝાની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓલરાઉન્ડર શોએબ મલિક પાકિસ્તાની ટીમનો એક પોપ્યુલર પ્લેયર છે. તે ન્યૂઝીલેન્ડ સામે રમાનારી 2 મેચની ટી-20 સીરિઝમાં બિઝી છે. ત્યારે શનિવારે સાનિયા મિર્ઝાએ પોતાના દીકરાની ક્યુટ તસવીરો પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. 



આ ઉપરાંત સાનિયાએ અન્ય એક તસવીર પણ શેર કરી છે. જેમાં અલગ અલગ સાઈઝના ત્રણ જોડી શૂઝ છે. આ તસવીરમાં તેણે પોતાના વિશિશ પાઠવવા બદલ લોકોનો આભાર માન્યો છે. 



ઉલ્લેખનીય છે કે, સાનિયા અને શોએબના ઘરે 30 ઓક્ટોબરના રોજ દીકરાનો જન્મ થયો હતો. શોએબ અને સાનિયાના લગ્ન 2 એપ્રિલ, 2010ના રોજ થયા હતા. આ પહેલા 31 વર્ષીય ટેનિસ સ્ટારે કહ્યું હતું કે, તેના બાળકો બંનેની સરનેમ લગાવશે.