હૈદરાબાદ: ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ મંગળવારે (30 ઓક્ટોબર) પુત્રને જન્મ આપ્યો છે. સાનિયાએ મંગળવારે સવારે જ બાળકને જન્મ આપ્યો છે. માતા અને બાળક બંન્નેની તબિયત સ્વસ્થ છે. સાનિયાએ 12 એપ્રિલ 2010માં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. લગ્નના આઠ વર્ષ પછી સાનિયા-શોએબ માતા-પિતા બન્યા છે. સાનિયા મિર્ઝાએ એપ્રિલમાં તેના ચાહકોની સાથે તેની પ્રેગ્નેંસીના સમાચાર શેર કર્યા હતા, આ ખુશખબરી ચાહકો સાથે શેર કર્યા બાદ સાનિયા સતત ચર્ચાઓમાં રહી હતી. સાનિયાએ આ દરમિયાન ઇન્ટરવ્યુ પણ આપ્યું હતું. અને તે પણ ચર્ચાનો વિષય બન્યું હતું. આ ઇન્ટરવ્યુમાં સાનિયાએ શોએબ સાથેના સબંધો અંગે અનેક વાતો શેર કરી હતી, 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાનિયાએ કહ્યું કે, મે શોએબ સાથે મારા લગ્ન ભારત અને પાકિસ્તાનની એકતા માટે નથી કર્યા, સાનિયાએ કહ્યું કે લગ્ન બાદ પણ શોએબ અને સાનિયા પોત પોતાના દેશ માટે રમી રહ્યા છે. જ્યારે બાળકના જન્મ પહેલા સાનિયાને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, તમારો આવનારો બાળક ભારતનો કહેવાશે કે પાકિસ્તાનનો? જેના પર સાનિયાએ જવાબ આપતા કહ્યું કે, સેલિબ્રિટી હોવાથી આ પ્રકારના મુદ્દાઓ લાઇક મેળવવાનો એક ભાગ છે. હું મારા દેશ માટે મારા પરિવાર માટે અને મારા માટે રમત રમુ છું. અને એજ શોહેબ કરી રહ્યો છે. અમે અમારી જવાબદારી ખુબ જ સારી રીતે નિભાવીએ છીએ. હું આ પ્રકારના મુદ્દાઓને ગંભરાતાથી લેતી નથી, મીડિયા માટે આ મહત્વના મુદ્દાઓ હશે પણ અમારા માટે આનો કોઇ અર્થ જ નથી.



સાનિયા મિર્ઝાનો પતિ અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે ટ્વિટ કરીને કહ્યું કે, ‘એ વાતની ખુશી થઇ રહી છે કે મારા ઘરે પુત્રનો જન્મ થયો છે અને સાનિયા પણ સારી છે. અને હંમેશાની જેમ મજબૂત છે, તમારી શુબકામનાઓ માટે આભાર’#babymirzamalik



સાનિયા મિર્ઝાની નાની બહેન અનમ મિર્ઝાએ પણ તેના ખાલા(માસી)  બનવાની જાણકારી તેના ઓફિસિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી હતી. 


મહત્નનું છે, કે સાનિયા અને શોએબ મલિકે એપ્રિલ મહિનામાં આ ખુશખબરી ચાહકોને આપી હતી. અને ત્યાર બાદથી જ સાનિયા સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય રહી છે. સાનિયા એપ્રિલ મહિનાથી જ સુંદર તસવીરો અનો વીડિયો તેના ઓફિશિયલ એકાઉન્ટ પર શેર કરતી હતી, સાનિયા અને શોએબે તેમના સંતાની અટક મિર્ઝામલેક રાખી છે. પ્રેગ્નેસીના ન્યૂઝ બાદથી સાનિયા સોશિયલ મીડિયામાં સક્રિય દેખાઇ રહી હતી. તો તેણે પ્રેગન્સીના 7માં મહિને ટેનિસ રમતો ફોટોએ લોકોને અચંબામાં મૂકી દીધા હતા.