નવી દિલ્હીઃ વિશ્વકપમાં પાકિસ્તાને ઈંગ્લેન્ડને હરાવીને પોતાની જીતનું ખાતું ખોલ્યું છે. આ પહેલા પાકિસ્તાને વેસ્ટ ઈન્ડિઝના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ આ જીતની ઘણી ચર્ચા થઈ રહી છે. ભારતના ઘણા ખેલાડીઓએ આ જીત પર પાકિસ્તાનની પ્રશંસા કરી છે તો ઘણા ફેન્સ પણ જીતનો જશ્ન મનાવી રહ્યાં છે. તેવામાં ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પણ પાકિસ્તાની ટીમને આ જીત પર શુભેચ્છા આપી છે, પરંતુ તેના ટ્વીટ બાદ યૂઝરોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. હકીકતમાં સાનિયા મિર્ઝા હંમેશા પાકિસ્તાન સાથે જોડાયેલા મામલામાં ચર્ચામાં આવે છે અને લોકો તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વખતે સાનિયા મિર્ઝા પોતાના ટ્વીટથી ચર્ચામાં છું. તેણે પાકિસ્તાનની જીત પર ટ્વીટ કર્યું હતું, જેમાં પાકિસ્તાની ટીમને વાપસી માટે શુભેચ્છા આપી હતી. સાનિયાએ ટ્વીટમાં લખ્યું હતું, 'પાકિસ્તાન ક્રિકેટ ટીમને જીતની સાથે જોરદાર વાપસી માટે શુભેચ્છા મેચ હંમેશાની જેમ અણધાર્યો રહ્યો. ક્રિકેટ વિશ્વકપ રસપ્રદ થઈ રહ્યો છે.' તેના આ ટ્વીટને 30 હજાર કરતા વધુ લોકોએ પસંદ કરી છે અને હજારો લોકોએ કોમેન્ટ કરી છે. તો ઘણા લોકોએ મિશ્રિત પ્રતિક્રિયાઓ આપી હતી.


આ ટ્વીટ બાદ લોકો સાનિયાને તે સવાલ પૂછી રહ્યાં છે કે જ્યારે ભારત અને પાકિસ્તાનની મેચ હશે, તો તે કઈ ટીમને સમર્થન આપશે? તો ઘણા યૂઝરો પાકિસ્તાનને શુભેચ્છા આપવા માટે તેની ટીકા પણ કરી રહ્યાં છે, તો ઘણાએ તેની પ્રશંસા પણ કરી છે. સાનિયાના આ ટ્વીટ પર પાકિસ્તાની ફેન્સ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યાં છે અને તેને મેચ જોવા માટે આમંત્રણ આપી રહ્યાં છે. જુઓ યૂઝરો કઈ રીતે ટ્વીટ કરી રહ્યાં છે.... 


[[{"fid":"218571","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


[[{"fid":"218572","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


મહત્વનું છે કે સાનિયા મિર્ઝાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યાં છે. આ કારણે તે ટ્રોલરોના નિશાના પર રહે છે. તો વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ માત્ર 105 રન પર આઉટ થયા બાદ પાકિસ્તાની ટીમે વિશ્વકપમાં પોતાની બીજી મેચમાં ઈંગ્લેન્ડને 14 રનથી પરાજય આપીને જોરદાર વાપસી કરી હતી. 


વાંચો વિશ્વકપના અન્ય સમાચાર