હોબાર્ટઃ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ ડબ્લ્યૂટીએ સર્કિટ પર જીતની સાથે વાપસી કરી છે. તેણે હોબાર્ટ ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં યૂક્રેનની નાદિયા કિચેનોકની સાથે મહિલા ડબલ્સના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. બે વર્ષ બાદ કોર્ટ પર પરત ફરેલી સાનિયા અને યૂક્રેનની નાદિયા કિચેનોકે જોર્જિયાની ઓકસાના અને જાપાનની મિયૂ કાતોને એક કલાક 41 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં 2-6, 7-6, 10-3થી પરાજય આપ્યો હતો. હવે તેનો સામનો અમેરિકાની વાનિયા કિંગ અને ક્રિસ્ટિના મેકહેલ સામે થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાની જોડીએ ચોથી વરીયતા પ્રાપ્ત સ્પેનની જાર્જિના ગાર્સિયા પેરેજ અને સારા સૌરિબેજ તોરમોને 6-2, 7-5થી પરાજય આપ્યો હતો. સાનિયા અને કિચેનોકની શરૂઆત સારી ન રહી અને તેણે બે વાર ડબલ ફોલ્ટ કર્યું હતું. આ સાથે સાત બ્રેક પોઈન્ટમાંથી એક પણ ન મેળવી શકી. આ કારણે પ્રથમ સેટ ગુમાવી દીધો હતો. 


બીજા સેટમાં બંન્નેએ સારી વાપસી કરી હતી. બંન્ને ટીમોએ ત્રણ-ત્રણ બ્રેક પોઈન્ટ મેળવ્યા હતા. આ રોમાંચકતા વચ્ચે આ સેટ જીતીને સાનિયા અને કિચેનોકે મેચ ટાઇબ્રેકરમાં ખેંચી હતી. ટાઇબ્રેકરમાં શાનદાર પ્રદર્શન કરતા તેણે જીત મેળવી હતી. 


સાનિયા માતા બન્યા બાદ બે વર્ષ ટેનિસથી દૂર હતી. પાકિસ્તાન ક્રિકેટર શોએબ મલિક સાથે નિકાહ કરનારી સાનિયાએ 2018માં પુત્ર ઇજહાનને જન્મ આપ્યો હતો. તે છેલ્લે ઓક્ટોબર 2017માં ટૂર્નામેન્ટમાં રમી હતી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર