સાનિયા મિર્ઝાએ જીત્યો ફેડ કપ હાર્ટ એવોર્ડ, પુરસ્કારની રકમ સીએમ રિલીફ ફંડમાં દાન કરી
સાનિયા મિર્ઝાને કુલ 16985માંથી 10 હજારથી વધુ મત મળ્યા છે. ફેડ કપ હાર્ટ પુરસ્કાર વિજેતાની પસંદગી પ્રશંસકોના મતના આધાર પર થાય છે.
નવી દિલ્હીઃ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સોમવારે ફેડ કપ હાર્ટ પુરસ્કાર જીતનારી પ્રથમ ભારતીય બની ગઈ છે, જેને આ સન્માન માતા બન્યા બાદ કોર્ટ પર સફળ વાપસી માટે મળ્યું છે. તેણે આ એવોર્ડમાં મળેલા પૈસા તેલંગણા સીએમ રિલીફ ફંડમાં આપવાનો નિર્ણય કર્યો છે. તેની જાહેરાત સાનિયાએ સોશિયલ મીડિયા પર કરી દીધી છે.
સાનિયાને એશિયા ઓસિયાના ક્ષેત્ર માટે એવોર્ડ આપવામાં આવ્યો છે. તેને 16985માંથી 10 હજારથી વધુ મત મળ્યા હતા. ફેડ કપ હાર્ટ પુરસ્કાર વિજેતાની પસંદગી પ્રશંસકોના મતના આધાર પર થાય છે.
ખેલ રત્નથી સન્માનિત દેશના પ્રથમ મહિલા પેરા એથલીટ દીપા મલિકે લીધી નિવૃતી
સાનિયાએ ચાર વર્ષ બાદ ફેડ કપમાં વાપસી કરી અને ઈતિહાસમાં પ્રથમવાર ભારતે પ્લેઓફમાં જગ્યા બનાવી છે. પોતાના પુત્ર ઇઝહાનને ઓક્ટોબર 2018માં જન્મ આપ્યા બાદ સાનિયા આ વર્ષે જાન્યુઆરીમાં કોર્ટ પર પરત ફરી અને સાનિયા કિચેનોકની સાથે હોબાર્ટ ઇન્ટરનેશનલનું ટાઇટલ જીત્યું હતું. દરેક વર્ગમાં પુરસ્કાર વિજેતાને 2 હજાર ડોલર મળે છે. સાનિયાએ આ રકમ તેલંગણા મુખ્યમંત્રી રાહત કોષમાં આપી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube