કોચ સંજય બાંગરેએ કર્યો કેએલ રાહુલનો બચાવ, કહ્યુ- ટેકનીકમાં કોઇ ખામી ન હતી
હૈદરાબાદની પીચ પર કર્નાટકના આ બેટ્સમેન 25 બોલમાં માત્ર 4 રન બનાવી આઉટ થઇ ગયો હતો. ક્રીઝ પર તેમની સાથે બેટ્સમન કરી રહેલા પૃથ્વી શો સપૂર્ણ સરળ દેખાઇ રહીયા છે.
હૈદરાબાદ: ભારતના બેટ્સમેન લોકેશ રાહુલનું ખરાબ પ્રદર્શન કેટલાક સમયથી ટીમ માટે મુશ્કેલી સમાન બન્યું છે, પરંતુ ટીમ મેનેજમેન્ટ સતત તેમનો બચાવ કરી રહ્યા છે. જેમાં બેટિંગ કોચ સંજય બાંગરે કહ્યું કે તેમની ટેકનીકમાં કોઇ ખામી નથી. બેટિંગ માટે સરળ માનવામાં આવી રહી હૈદરાબાદની પીચ પર કર્નાટકના આ બેટ્સમેન 25 બોલમાં માત્ર 4 રન બનાવી આઉટ થઇ ગયો હતો. ક્રીઝ પર તેમની સાથે બેટ્સમન કરી રહેલા પૃથ્વી શો સપૂર્ણ સરળ દેખાઇ રહીયા છે.
બંગારેને જ્યારે પુછવામાં આવ્યું કે શું રાહુલ બેટિંગ કરતા સમયે જરૂરીયાત કરતા વધારે વિચારી રહ્યા છે તો તેમણે વિસ્તારમાં જણાવતા તેમણે તેના ખરાબ પ્રદર્શન વિશે શું લાગી રહ્યું છે. તેમણે કહ્યું કે આ સમય ઘણી ચર્ચાઓ થઇ રહી છે અને એવામાં તમે તમારી પોતાની ટેકનીક વિશે શંકા કરવાનું શરૂ કરો છો. અમારા માટે તે સતત સારૂ પ્રદર્શન કરનાર ખેલાડી રહ્યો છે. એટલા માટે જ્યારે આવું ખરાબ પ્રદર્શનનો દોર આવે છે આવા સંજોગોમાં, મારૂ અને ટીમનું માનવું છે કે તેણે વધુ વસ્તુઓનો વિચાર કરવો જોઇએ નથી.
તેમણે કહ્યું કે, આવું ઘણી વખત થઇ શકે છે કે જ્યારે તમે પોતાની ક્ષમતા અને ટેકનીક પર શંકા કરવા લાગો છો. મારે તે સ્પષ્ટ કરવાનું હોય છે કે હા, તમારી ટેકનીક સાચી છે. કદાચ તમારે બેટિંગ પ્લાન પર તમારી દ્રષ્ટિ બદલવાની અથવા થોડુ કામ કરવાની જરૂર છે. જોકે, બાંગરે એવું કહીં શક્યા નહીં કે ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા સામેની શ્રેણી રમશે અને જો એડિલેડમાં રમાયેલી પહેલી મેચમાં રાહુલનું બેટ ચાલશે નહીં તો, ઓપનર ઓપ્રાહ મયંક અગ્રવાલને કોઈ અનુભવ વિગર તક મળશે?
વધુમાં તેમણે કહ્યું હતું કે, તમારે ખેલાડીઓનું મૂલ્યાંકન કરવું પડે છે. તમારે ભવિષ્યમાં પણ નજર રાખવી પડે છે. તેણે વધુ મુશ્કેલ પરિસ્થિતિઓમાં ભારત માટે રન બનાવ્યા છે.