નવી દિલ્હીઃ પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરને લાગે ચે કે, ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આઈસીસી વિશ્વકપ 2019માં જસપ્રીત બુમરાહની હાજરીમાં ફુટ સ્ટ્રેન્થ સ્કોવડમાં સામેલ કરવો મુશ્કેલ છે. તેમને લાગે છે કે પંડ્યાએ જો ટીમમાં જગ્યા બનાવવી છે તો તેણે મિડલ ઓર્ડર બેટ્સમેનો સાથે સંઘર્ષ કરવો પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંજય માંજરેકરે આ ટિપ્પણી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી વનડે પહેલા કરી હતી. આ મેચમાં પંડ્યાએ પ્રતિબંધ બાદ વાપસી કરી હતી. તેણે સપ્ટેમ્બર 2018 બાદ પ્રથમ મેચ રમી હતી. આ મેચમાં પંડ્યાએ શાનદાર પ્રદર્શન કરતા બે વિકેટ પણ ઝડપી હતી. 


એશિયા કપ 2018 દરમિયાન પાકિસ્તાન સામેની મેચમાં તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ત્યારથી ટીમ ઈન્ડિયાથી બહાર હતો. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 સિરીઝમાં પણ તે બહાર રહ્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી અને ચોથી ટેસ્ટમાં વાપસી કરી પરંતુ અંતિમ ઇલેવનમાંથી બહાર રહ્યો હતો. 


ત્યારબાદ વનડે સિરીઝ શરૂ થતાં પહેલા હાર્દિક પંડ્યા કોફી વિથ કરણ શોમાં મહિલાઓને લઈને કરેલી વિવાદીત ટિપ્પણીને કારણે વિવાદોમાં આવી ગયો હતો. તેને ભારત પરત મોકલી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ગત સપ્તાહે બીસીસીઆઈએ પ્રતિબંધ હટાવ્યા બાદ તેને ન્યૂઝીલેન્ડ મોકલવામાં આવ્યો હતો. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર