નવી દિલ્હીઃ  Sanju Samson Team India: આશરે 5 વર્ષના લાંબા સમય બાદ વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનને ભારતીય ટીમની અંતિમ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. વર્ષ 2015માં પોતાની એકમાત્ર ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા બાદ સંજૂ સેમસનને શ્રીલંકા વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 સિરીઝના અંતિમ મુકાબલામાં વિકેટકીપર-બેટ્સમેન તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે. રિષભ પંતને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંજૂ સેમસને 19 જુલાઈ 2015ના ઝિમ્બાબ્વે વિરુદ્ધ પોતાનું આંતરરાષ્ટ્રીય પર્દાપણ કર્યું હતું. તે મુકાબલામાં ભારતીય ટીમના કેપ્ટન અંજ્કિય રહાણે અને ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે જેવી ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. સંજૂ સેમસને તે મેચમાં નિચલા ક્રમમાં બેટિંગ કરવાની તક મળી હતી. 


મલેશિયા માસ્ટર્સઃ પીવી સિંધુ બાદ સાઇના નહેવાલ પણ હારી, ભારતીય પડકારનો અંત


સંજૂ સેમસને ઝિમ્વાબ્વે વિરુદ્ધ 24 બોલમાં 1 ચોગ્ગાની મદદથી 19 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 79.17ની રહી હતી. આ તે એકમાત્ર મેચ છે, જેમાં ભારતીય ટીમે ઝિમ્બાબ્વે વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ સંજૂ સેમસનને ક્યારેય ભારતીય ટીમમાં તક મળી નથી. હવે અંતે 5 વર્ષ બાદ તેને અંતિમ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. 


બનાવ્યો અનોખો રેકોર્ડ
સેમસને પોતાની એકમાત્ર ટી20 આંતરરાષ્ટ્રીય મેચ 19 જુલાઈ 2015ના ઝિમ્બાબ્વે વિરુદ્ધ હરારેમાં રમી હતી. ત્યારબાદ તેને તક ન મળી. આ વચ્ચે ભારતે 73 આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી અને હવે સેમસનને તક મળી છે. 


ચાર દિવસીય ટેસ્ટ પર ચર્ચાઃ કેપ્ટન કોહલી અને કોચ શાસ્ત્રીની સાથે બીસીસીઆઈ  


આ રીતે તે ભારત તરફથી બે મેચો વચ્ચે સર્વાધિક મેચોમાં બહાર રહેનાર ખેલાડી બની ગયો છે. આ પહેલા રેકોર્ડ ઉમેશ યાદવના નામે હતો, જે 2012થી 2018 વચ્ચે 65 ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં રમ્યો નહતો. ત્યારબાદ દિનેશ કાર્તિક (56) અને મોહમ્મદ શમી (43)નો નંબર આવે છે. આ મામલામાં વિશ્વ રેકોર્ડ ઈંગ્લેન્ડના જો ડેનલીના નામ ર છે જે 2010થી 2018 વચ્ચે 79 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં બહાર રહ્યો હતો. ઈંગ્લેન્ડનો લિયામ પ્લંકેટ 74 મેચોની સાથે બીજા સ્થાને છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર