Sanju Samson: સંજૂ સેમસનને મળી આ દેશમાંથી રમવાની ઓફર! ટીમ ઈન્ડિયા કરી રહી છે નજરઅંદાજ
Sanju Samson: ભારતીય ટીમમાં વિકેટકીપર બેટર સંજૂ સેમસનને સતત તક મળી રહી નથી. 7 વર્ષના કરિયરમાં સંજૂએ અત્યાર સુધી માત્ર 27 મેચ રમી છે. તે હજુ પણ ટીમમાંથી બહાર છે. આ વચ્ચે સેમસનને એક વિદેશી ટીમ સાથે રમવાની ઓફર મળી છે.
નવી દિલ્હીઃ યુવા વિકેટકીપર બેટર સંજૂ સેમસન (Sanju Samson) ને ભારત માટે રમવાની વધુ તક મળતી નથી. ક્યારેક તેને ટીમમાં જગ્યા મળે છે તો ક્યારેક એક-બે મેચ રમાડી બહાર કરી દેવામાં આવે છે. કેરલના સેમસને 2015માં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. લગભગ 7 વર્ષના લાંબા કરિયરમાં તેને માત્ર 27 મેચ રમવાની તક મળી છે. આ વર્ષે સીનિયર ખેલાડીઓને આરામ આપવા સમયે સંજૂને તક મળી હતી પરંતુ ફરી ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.
આયર્લેન્ડ બોર્ડે આપી ઓફર
ભારતીય ટીમમાંથી નજરઅંદાજ થઈ રહેલા સંજૂ સેમસનને આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડે રમવાની ઓફર આપી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આયર્લેન્ડ બોર્ડે સંજૂ સેમસનનો સંપર્ક કર્યો છે. તેને ગેરંટી આપવામાં આવી છે કે તે ટીમના દરેક આંતરરાષ્ટ્રીય મેચનો ભાગ રહેશે.
આ પણ વાંચોઃ વેસ્ટ ઈન્ડિઝને મળી પોતાના ઈતિહાસની સૌથી શરમજનક હાર, ઓસ્ટ્રેલિયાએ 419 રનથી હરાવ્યું
સંજૂ સેમસને કથિત રીતે આ ઓફરનો અસ્વીકાર કર્યો છે. પરંતુ તેણે આયર્લેન્ડ બોર્ડ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો, સેમસને કહ્યું કે તે માત્ર ભારત માટે રમી શકે છે અને ક્યારેય અન્ય દેશનું પ્રતિનિધિત્વ કરવાની કલ્પના ન કરી શકે. પરંતુ હજુ તેના પર કોઈ પક્ષ તરફથી સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
મહત્વના સમયે નથી મળતી તક
ભારતીય ટીમે આ વર્ષે ટી20 વિશ્વકપ અને એશિયા કપ રમ્યો હતો. બંનેમાં ટીમનું પ્રદર્શન ખાસ રહ્યું નહીં. આ બંને મહત્વની ટૂર્નામેન્ટમાં સંજૂ સેમસનને તક મળી નહીં. સંજૂએ અત્યાર સુધી 11 વનડે મેચમાં 66ની એવરેજ અને 105ની સ્ટ્રાઇક રેટથી 330 રન બનાવ્યા છે. તો 16 ટી20 મેચમાં 21ની એવરેજ અને 135ની સ્ટ્રાઇક રેટથી 296 રન બનાવ્યા છે. ટી20 વિશ્વકપ બાદ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર સંજૂને તક મળી હતી. પછી તે બાંગ્લાદેશમાં રમાયેલી વનડે સિરીઝમાં બહાર રહ્યો હતો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube