નવી દિલ્હીઃ Pritivi Shaw: ક્રિકેટર પૃથ્વી શો અને તેના મિત્ર આશીષ સુરેન્દ્ર યાદવ વિરુદ્ધ ક્રિમિનલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દિલ્હી કેપિટલ્સના આ ખેલાડી અને તેના મિત્ર વિરુદ્ધ સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર સપના ગિલ દ્વારા આઈપીસીની કલમ  354, 509, 324 હેઠળ એફઆઈઆર દાખલ કરાવવામાં આવી હતી, ત્યારબાદ અંધેરી મેજિસ્ટ્રેટ 66 કોર્ટની સામે પૃથ્વી શો અને તેના મિત્ર વિરુદ્ધ ક્રિમિનલ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સપના ગિલે પૃથ્વી શો અને તેના મિત્ર વિરુદ્ધ બેટથી મારવા અને છેડછાડ સહિત ઘણા મામલામાં ફરિયાદ દાખલ કરાવી છે. એટલું જ નહીં સપનાએ આ મામલાને નોંધાવતા સરકારી હોસ્પિટલનું એક મેડિકલ સર્ટિફિકેટ પણ આપ્યું છે, જેમાં તેની સાથે યૌન શોષણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 


આ પણ વાંચોઃ ગિલે વનડે રેન્કિંગમાં મોટો અપસેટ સર્જ્યો, રોહિત-વિરાટને પછાડીને આ નંબરે પહોંચ્યો


આ સિવાય સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર સપના ગિલે સતીશ કાવંકર અને ભાગવત ગરાંડે વિરુદ્ધ બીજી ફરિયાદ નોંધાવી છે. સતીશ કવનકર અને ભાગવત ગરાંડે એરપોર્ટ પોલીસ સ્ટેશનના અધિકારી છે. સપનાએ બંને પર તેમની ફરજ દરમિયાન ઈમાનદારીથી કામ ન કરવાનો આરોપ લગાવ્યો છે. બંને વિરુદ્ધ આઈપીસીની કલમ 166A હેઠળ ફોજદારી ફરિયાદ નોંધવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સપના ગિલ વતી હાજર રહેલા એડવોકેટનું નામ લી કાશિફ ખાન છે.


પૃથ્વી શોની મુશ્કેલી વધી
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલાં પૃથ્વી શો અને સપના ગિલને મુંબઈના રસ્તા પર મારામારી કરતા જોવા મળ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. પૃથ્વી શો અત્યારે આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહ્યો છે. શો પ્રથમ બે મેચમાં બેટથી ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. એટલે કે મેદાનની અંદર અને બહાર શો માટે મુશ્કેલ સમય શરૂ થયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube