Sara Tendulkar Latest Photos: ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરની લાડલી સારા તેંડુલકર હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર રહેતી હોય છે. ફરી એકવાર સારા લાઈમ લાઈટમાં આવી છે. આ વખતે તે ચર્ચામાં આવવાનું કારણ તેનો હોટ રેડ ડ્રેસ છે. ઉલ્લેખનીય છેકે, સારા તેંડુલકરે વેલેન્ટાઈન ડે પર બે ફોટા પોસ્ટ કરીને ચાહકોમાં હલચલ મચાવી દીધી હતી. હવે બધા જાણવા માંગે છે કે સારાએ આ ખાસ દિવસ કોની સાથે સેલિબ્રેટ કર્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સારા તેંડુલકર એ સ્ટાર કિડ છે જે ગ્લેમર ઈન્ડસ્ટ્રી સાથે કોઈ સંબંધ ન હોવા છતાં સોશિયલ મીડિયા પર લોકપ્રિય રહે છે. સચિનની દિકરી હંમેશાથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહી છે. દરેક સ્ટાર કિડ્સની જેમ આ વસ્તુ સારાને પણ ફેસ કરવી પડે છે. જોકે તેના લૂક અને અપિરિયન્સને કારણે સોશિયલ મીડિયા પર તેના ઢગલાબંધ ફેન્સ છે. 


ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ પ્લેટફોર્મ પર સારા સારી એવી ફેન ફોલોઈંગ ધરાવે છે અને હાલમાં તે તેની વેલેન્ટાઈન ડે પોસ્ટને કારણે ચર્ચામાં છે. ખરેખર, સારાએ વેલેન્ટાઈન ડેના અવસર પર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં સારાએ રેડ કલરનો ડ્રેસ પહેર્યો છે. આ સાથે તેણે હીરાની બુટ્ટી પહેરી હતી. 


 



સારાનો શાનદાર લૂકઃ
સારાનો લૂક ખૂબ જ આકર્ષક લાગતો હતો. પહેલી તસવીરમાં સારાનો ડ્રેસ જોઈને લોકો અલગ અલગ અનુમાન લગાવતા જોવા મળ્યાં. વેલેન્ટાઈન પર સારા ક્યાં જઈ રહી છે, કોની સાથે જઈ રહી છે દરેકનો આ કોમન સવાલ હતો. તમને જણાવી દઈએ કે સારા તેંડુલકરનું નામ ઘણા સમયથી ક્રિકેટર શુભમન ગિલ સાથે જોડાઈ રહ્યું છે. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા પરંતુ બંનેમાંથી કોઈએ પણ તેમના સંબંધોના સમાચારને સમર્થન આપ્યું નથી.


સારાની આ તસવીર વાયરલ-
જ્યારે સારાએ આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી તો ફેન્સની લાઈનો લાગી ગઈ. સારાને આ લુક પર ઘણી કોમ્પ્લિમેન્ટ્સ મળી છે. વખાણ કરનારાઓમાં ઓરી, મસાબા ગુપ્તા સહિત ઘણા સેલેબ્સ પણ હાજર હતા. એવા ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ હતા જેમણે શુભમન ગિલની જીઆઈએફ તેની તસવીર પર શેર કરી હતી. શુભમનના નામ પર સારાને ચીડવવાનું કોઈએ ટાળ્યું નહીં.


સારા તેંડુલકર અને શુભમન ગિલ શું કપલ છે?
થોડા સમય પહેલા સારા તેંડુલકર અને શુભમન ગિલ સાથે જોવા મળ્યા હતા. થોડા દિવસો પહેલા સારા તેની બહેન શાહનીલ ગિલ સાથે પણ જોવા મળી હતી. જે ફરીથી પુષ્ટિ કરતું હતું કે સારા અને શુભમન ડેટ કરી રહ્યા છે. હજુ સુધી કંઈપણ કન્ફર્મ નથી થયું પરંતુ હજુ પણ સારા તેંડુલકર અને શુભમન ગિલના ઘણા ફેન પેજ તેમને સમર્પિત છે. વર્લ્ડ કપ 2023 દરમિયાન ભારતીય ટીમ અને તેમની ટીમને પ્રોત્સાહિત કરવા સુંદર સારા હાજર હતી. હવે સારા તેના વેલેન્ટાઈન લુકથી ધૂમ મચાવી રહી છે.