World Cup 2023 Final: આજે અમદાવાદ બનશે ઈતિહાસનું સાક્ષી. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ. એક સાથે સવા લાખ લોકો સ્ટેડિયમમાં હાજર હશે. ફાઈનલમાં ક્રિકેટ મેચ દરમિયાન સ્ટેડિયમમાં એક જ ગૂંજ હશે વંદે માતરમ...વંદે માતરમ....ત્યારે જાણીએ કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એવું શું છે જે લોડ્સ અને મેલબોર્નમાં પણ નથી? નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શું થે ખાસ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, છેલ્લા બે દાયકામાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે. દેશ અને દુનિયાને આકર્ષે એવા કેટલાય સ્થાપત્યો અહીં વિકાસ તેમજ નિર્માણ પામ્યા છે. વિશ્વના સૌથી મોટા સ્ટેચ્યૂના અમુક જ વર્ષોમાં હવે આપણા અમદાવાદમાં બની ગયું છે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ! ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં એક અદ્યતન સ્પોર્ટ્સ એંકલેવ બનાવવાની પરિકલ્પના સાધી હતી.


24 ફેબ્રુઆરી 2021 ના રોજ અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ તેમજ તેની આસપાસ નિર્માણ પામી રહેલા ભવ્યાતિભવ્ય સરદાર પટેલ સ્પોર્ટ્સ એંકલેવ તેમજ તે એંકલેવનો જ એક ભાગ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું દેશનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દના હસ્તે, ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અદ્યતન સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવેલું અગાઉનું મોટેરા સ્ટેડિયમ નવા સ્વરૂપે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામે ઓળખ આપવામાં આવી.


સ્ટેડિયમમાં શું ખાસ?
- આ સ્ટેડિયમ કુલ અઢી લાખ કરતાં વધુ ચોરસમીટર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. ઓલિમ્પિક કક્ષાના ફૂટબોલ ગ્રાઉન્ડ સાથે સરખામણી કરવામાં આવે તો આ એક સ્ટેડિયમ 32 ફૂટબોલ ગ્રાઉન્ડ જેટલું વિશાળ થાય.


- ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન સ્ટેડિયમ વિશ્વમાં સૌથી વધુ પ્રેક્ષકો 90,000ની ક્ષમતા ધરાવતું હતું, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 1.32 લાખ જેટલા પ્રેક્ષકોને સમાવવાની ક્ષમતા ધરાવે છે.


- પ્રેક્ટિસ માટેની પિચ પણ મુખ્ય પિચ જેવી જ બનાવવામાં આવી હોય તેવું વિશ્વનું આ એકમાત્ર ક્રિકેટ સ્ટેડિયમ છે. અતિભવ્ય સ્ટેડિયમમાં કુલ 11 તૈયાર કરવામાં છે.


- વિશ્વમાં આ એકમાત્ર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક જ દિવસે બે મેચનું આયોજન શક્ય છે. કારણકે અહીં 4 ડ્રેસિંગ રૂમ અને 2 જિમ્નેશિયમ બનાવવામાં આવ્યા છે.


- સ્ટેટ ઓફ ધ આર્ટ સબ સોઇલ ડ્રેનેજ નામની વિશેષ વ્યવસ્થા છે જેના થકી વરસાદના પાણીનો ફક્ત 30 મિનિટમાં નિકાલ કરી શકાય છે. વરસાદને કારણે મેચ રદ થઈ એવું અહીં ક્યારેય નહિ બને!


- પ્રિકાસ્ટ-વાય પ્રકારની વિશિષ્ટ કૉલમ પર આ સ્ટેડિયમ ટકેલું છે જેનું વજન 260 ટન જેટલું છે.


- ઊર્જા બચાવતી વિશેષ એલ.ઈ.ડી.ને કારણે અન્ય સ્ટેડિયમની સરખામણીએ આ સ્ટેડિયમમાં 45 થી 50% જેટલો વીજ વપરાશ ઓછો થશે.


સ્પોટ્સ એંકલેવમાં શું છે ખાસ?
ગુજરાતના તેમજ દેશનાં ખેલાડીઓને સર્વ શ્રેષ્ઠ સવલતો મળી રહે તે માટે અમદાવાદમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એંકલેવ નિર્માણ પામ્યું છે. આ એંકલેવમાં ફૂટબોલ, એથ્લેટિક, ઇન્ડોર સ્ટેડિયમ, હોકી સ્ટેડિયમ, જેવી અનેક રમતોને આવરી લેતા કુલ 20 સ્ટેડિયમ નિર્માણ કરાયા છે. 4600 કરોડ રૂના ખર્ચે ભારતનું સૌથી મોટું સ્પોર્ટ્સ એંકલેવ તૈયાર કરાયું છે.