સરફરાઝ અને કેટલાક અન્ય ખેલાડી પાકિસ્તાન પહોંચતા યોજશે પત્રકાર પરિષદ
સરફરાઝની આગેવાનીમાં પાકિસ્તાની ટીમે વિશ્વ કપની પોતાની અંતિમ લીગ મેચમાં બાંગ્લાદેશને પરાજય આપ્યો, તેનાથી આશા કરવામાં આવી રહી છે કે સ્વદેશ વાપસી પર ટીમના ખેલાડીઓ પર આકરી પ્રતિક્રિયા હશે નહીં.
કરાચીઃ પાકિસ્તાની ટીમ વિશ્વ કપમાં અભિયાન સમાપ્ત થયા બાદ બ્રિટનથી રવિવારે સવારે સ્વદેશ પહોંચી જશે અને બપોરે કેપ્ટન સરફરાઝ અહમદ તથા કેટલાક અન્ય ખેલાડી મીડિયા સામે આવશે. પાકિસ્તાની ટીમ ન્યૂઝીલેન્ડની સાથે સમાન પોઈન્ટ હોવા છતાં સેમિફાઇનલમાં પ્રવેશ કરી શકી નથી કારણ કે તેની નેટ રન રેટ ખૂબ ઓછી હતી જેથી ચોથા સ્થાન માટે ન્યૂઝીલેન્ડે ક્વોલિફાઇ કર્યું હતું. સરફરાઝ અને તેની ટીમની પ્રથમ 5 મેચોમાં માત્ર એક જીત હાસિલ કર્યા બાદ ઘણી ટીકા થઈ હતી પરંતુ તેણે શાનદાર વાપસી કરતા સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ પર સતત જીત હાસિલ કરી હતી.
તેની સ્વદેશ વાપસી પર એટલી આકરી પ્રતિક્રિયા હશે નહીં. સરફરાઝ રવિવારે બપોરે અહીં મીડિયાની સામે હશે જ્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બાબર આઝમ, ઇમાદ વસીમ, ઇમામ ઉલ હક અને શાદાબ ખાનની રાવલપિંડી અને લાહોરમાં પત્રકાર પરિષદ આયોજીત કરાવી છે.
વિશ્વ કપ ઈતિહાસમાં પ્રથમવાર શાકિબ અલ હસને બનાવ્યો એક ખાસ રેકોર્ડ
કોચ મિકી આર્થર, બેટિંગ કોચ ગ્રાન્ડ ફ્લાવર અને બોલિંગ કોચ અઝહર મહમૂદ ટીમની સાથે સ્વદેશ પરત ફરશે નહીં. પીસીબીએ પહેલા જાહેરાત કરી દીધી હતી કે મેનેજિંગ ડાયરેક્ટર વસીમ ખાનની આગેવાની વાળી તેની ક્રિકેટ સમિતિ ટીમના છેલ્લા ત્રણ વર્ષના પ્રદર્શનની તપાસ કરશે જેમાં વિશ્વ કપનું પ્રદર્શન પણ સામેલ છે.