નવી દિલ્હી: આઇપીએલ 2019ના શરૂઆતી મુકાબલામાં રોમાંચક ઇનિંગ જોવા મળી રહી છે. સોમવારે જયપુરમાં રાજસ્થાન અને પંજાબ વચ્ચે યોજાયેલી મેચમાં પણ કેટલીક સારી ઇનિંગ જોવા તો મળી પરંતુ બે વાતોએ બધાનું ધ્યાન આકર્ષિત કરી લીધું. પહેલાં તો પંજાબના ક્રિસ ગેલની તોફાની ઇનિંગ અને બીજું રાજસ્થાનના જોસ બટલરનો રન આઉટ જેના પર થોડો વિવાદ થયો. આ દરમિયાન સૌથી વધુ નજર અંદાજ રહેલી વાત રહી હતી કે પંજાબના સરફરાજ ખાનની સૌથી સારી ઇનિંગ, જેણે પંજાબની 14 રનની જીતમાં ખાસ ભૂમિકા ભજવી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંજાબની લાંબા સમય બાદ જયપુરમાં પહેલી જીત
પંજાબે ચાર વિકેટ પર 184 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો અને પછી રાજસ્થાનને નિર્ધારિત 20 ઓવરમાં નવ વિકેટ પર 170 રન પર રોકી દીધા. પંજાબની આ મેદાન પર રાજસ્થાન વિરૂદ્ધ ગત છ મેચોમાં આ પહેલી જીત છે. ઉલ્લેખનીય છે કે બંને ટીમો ગત સિઝનમાં ખૂબ મજબૂત ગણવામાં આવી રહી હતી, પરંતુ પંજાબ તો પ્લેઓફ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી, જ્યારે શરૂઆતી મુકાબલાઓમાં ઘણી મેચો સુધી પોઇન્ટની દ્વષ્ટિએ ટોચ પર રહી હતી. તે સીઝનમાં પંજાબના કેપ્ટન અને અશ્વિન પહેલીવાર પંજાબ માટે રમી રહ્યા હતા. 


સારી શરૂઆત ન રહી પંજાબની
ટોસ હારીને પહેલાં બેટીંગ કરતાં પંજાબની ટીમની શરૂઆત સારી રહી નહી. પંજાબે ચાર રનમાં લોકેશ રાહુલ (4)ના રૂપમાં પોતાની પ્રથમ વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ ગેલે મયંક અગ્રવાલ (22)ની સાથે-સાથે બીજી વિકેટ માટે 56 રનોની ભાગીદારી કરી. મયંક ટીમના 60ના સ્કોર પર અને ગેલ ટીમના 144ના સ્કોર પર ત્રીજા બેટ્સમેનના રૂપમાં આઉટ થયા. ગેલને બેન સ્ટોક્સે બાઉન્ડ્રી ઉપર રાહુલ ત્રિપાઠીના હાથે કેચ પકડ્યો.


અંત સુધી ટકી રહ્યો સરફરાઝ
મયંકના આઉટ થયા બાદ ગેલને સરફરાઝનો સાથ મળ્યો અને બંનેએ 84 રનોની ભાગીદારી કરી. નિકોલસ પુરણે 14 બોલ પર એક ચોગ્ગાને મદદથી 12 રન બનાવ્યા. સરફરાઝ અને પૂરન વચ્ચે ચોથી વિકેટ માટે 23 રનની ભાગીદારી કરી. સરફરાઝે 29 બોલમાં છ ચોગ્ગા અને એક સિક્ક્સર ફટકારી પંજાબને નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટ પર 184ના સ્કોર સુધી પહોંચાડ્યો. ટીમે અંતિમ ચાર ઓવરોમાં 39 રન ઉમેર્યા. મનદીપ સિંહે બે બોલ પર અણનમ પાંચ રન બનાવે. આ પ્રકારે પંજાબે ક્રિસ ગેલ (79) અને સરફરાઝ ખાન (46)ની ઇનિંગની મદદથી ચાર વિકેટ પર 184 રનનો મજબૂત સ્કોર બનાવી લીધો. રાજસ્થાન દ્વારા સ્ટોક્સે બે અને ધવલ કુલકર્ણી તથા કૃષ્ણપ્પા ગૌતમે એક-એક વિકેટ લીધી.


રાજસ્થાનને મળી સારી શરૂઆત
પંજાબ દ્વારા મળેલા 185 રનોના ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતરેલી રાજસ્થાનને તેના બંને ઓપનરો કેપ્ટન અજિંક્ય રહાણે (27) અને જોસ બટલર (69)એ પહેલી વિકેટ માટે 8.1 ઓવરમાં 78 રનની ભાગીદારી કરી ટીમને સારી શરૂઆત મળી. બટલરે 29 બોલમાં પોતાના અર્ધશતક પુરી કરી લીધી. ખતરનાક થતી જતી ભાગીદારીને તોડવા માટે કેપ્ટન રવિચંદ્વન અશ્વિન પોતાને બોલર મોર્ચે લઇને આવી. અશ્વિને પોતાની બીજી ઓવરની પહેલી જ બોલ પર રહાણેને ક્લીન બોલ્ડ આ ભાગીદારીનો અંત કર્યો. રહાણેને 20 બોલ પર ચાર ચોગ્ગા ફટકાર્યા. 


બટલરના ગયા બાદ ન ચાલ્યા સ્મિથ, સેમસન
અશ્વિને મેચના 12.5 ઓવરમાં મોટા જ નાટકીય અંદાજમાં બટલરને પણ રન આઉટ કરી દીધો. બટલરે 43 બોલનો સામનો કર્યો, જેમાં તેમણે 10 ચોગ્ગા અને બે સિક્સર લગાવી. રાજસ્થાનને જીત માટે અંતિમ 30 બોલમાં 50 રન બનાવ્યા હતા પરંતુ સેમ કુરેને 16.4 ઓવરમાં સ્મિથ (19)ને અને આ ઓવરના અંતિમ બોલ પર સંજૂ સૈમસન (30)ને આઉટ કરી પંજાબને મેચમાં વાપસી કરી લીધી. સ્મિથે 16 બોલ પર એક ચોગ્ગો અને એક સિક્સર જ્યારે સૈમસને 25 બોલ પર એક સિક્સર લગાવી. બંને બેટ્સમેનોએ ત્રીજી વિકેટ માટે 40 રન ઉમેર્યા.


પંજાબના બોલરોએ રાજસ્થાનના દિગ્ગજોને અટકાવ્યા
ત્યારબાદ મુજીબ ઉર રહમાને બેન સ્ટોક્સ 96)ને આઉટ કરી રાજસ્થાનને પાંચમો ઝટકો આપ્યો. સ્ટોક્સ જ્યારે આઉટ થયા ત્યારે રાજસ્થાનને જીત માટે 15 બોલમાં 28 રન બનાવ્યા હતા. મુજીબે પોતાના ચોથા ઓવરની અંતિમ બોલ પર રાહુલ ત્રિપાઠી (1)ને આઉટ કરી પંજાબને જીત તરફ અગ્રેસર કરી દીધી. રાજસ્થાનને અંતિમ 12 બોલ પર જીત માટે 27 રનની દરકાર હતી પરંતુ ટીમ 20 ઓવર રમ્યા બાદ નવ વિકેટ પર 170 રન જ બનાવી શકી.


(ઇનપુટ આઇએએનએસ)