લાહોરઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ટીમના કેપ્ટન સરફરાઝ અહમદને ટેસ્ટ ટીમના સુકાની પદેથી હટાવવાનો નિર્ણય કર્યો છે. 32 વર્ષીય સરફરાઝે અત્યાર સુધી 13 ટેસ્ટ મેચોમાં પાકિસ્તાન ટીમની કમાન સંભાળી છે. જેમાં ટીમને માત્ર ચાર મેચમાં જીત મળી છે અને આઠ મુકાબલામાં ટીમે હારનો સામનો કરવો પડ્યો છે. પીસીબીની ક્રિકેટ સમિતિ હવે બે ઓગસ્ટથી રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં બેઠક કરી પુરૂષ અને મહિલા ટીમના પ્રદર્શનની સમીક્ષા કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલા કેપ્ટન બદલાશે
એક રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલા ટેસ્ટ ટીમ માટે નવા કેપ્ટનની નિમણૂક કરવા ઈચ્છે છે. બે ઓગસ્ટે યોજાનારી ક્રિકેટ સમિતિની બેઠકમાં કેપ્ટનશિપ મામલે ચર્ચા કરવામાં આવશે. સમિતિ અન્ડર-16 અને અન્ડર-19 ટીમોના પ્રદર્શનની પણ સમીક્ષા કરશે. 


સરફરાઝનું નિવેદન તેના પર પડ્યું ભારે
રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાન બોર્ડે કેપ્ટન બદલવાનો નિર્ણય સરફરાઝના એક નિવેદન બાદ આવ્યો છે. જેમાં તેણે એક દિવસ પહેલા જ નેશનલ સ્ટેડિયમમાં સંવાદદાતાઓને કહ્યું હતું કે, તેની સુકાની પદ છોડવાની કોઈ ઈચ્છા નથી. સરફરાઝે કહ્યું હતું કે, આ મામલામાં પીસીબી જ કોઈ નિર્ણય લઈ શકે છે. 


વસીમ ખાન કરશે સમીક્ષાની અધ્યક્ષતા
આ સમિતિની અધ્યક્ષતા પીસીબીના મેનેજિંગ ડિરેક્ટર વસીમ ખાન કરશે. તેમાં વસીમ અકરમ, મિસ્બાહ-ઉલ-હક અને અરોજ મુમતાજ જેવા મોટા નામ પણ સામેલ છે. 


નવો કેપ્ટન બની શકે છે શાન મસૂદ
પ્રાપ્ત વિગતો પ્રમાણે શાન મસૂદને ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. મસૂદે અત્યાર સુધી 15 ટેસ્ટ મેચોમાં 26.43ની એવરેજથી 797 રન બનાવ્યા છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર