વંશીય ટિપ્પણીઃ પાકિસ્તાન કેપ્ટન સરફરાઝ પર આઈસીસીએ લગાવ્યો 4 મેચનો પ્રતિબંધ
સરફરાઝ અહમદે બીજી વનડે દરમિયાન સાઉથ આફ્રિકાના ક્રિકેટર એંડિલ ફેહલુકવાયો પર કોમેન્ટ કરી હતી. તેણે કહ્યું હતું, અબે કાલે, તેરી અમ્મી આજ કહાં બેઠી હૈ. ક્યા પઢવા કે આયા હે આજ.
નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાના ક્રિકેટર પર કથિત જાતિવાદી ટિપ્પણી કરવા પર પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદને ચાર મેચો માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. રવિવારે જેની જાણકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે શરૂ થયેલી ચોથી વનડે મેચ બાદ આપી છે. આ મેચમાં સરફરાઝને સામેલ ન કરવામાં આવ્યો અને તેના સ્થાને શોએબ મલિકને સુકાન સોંપવામાં આવ્યું છે.
સરફરાઝના સસ્પેન્ડની જાણકારી આપતા આઈસીસીએ ટ્વીટ કર્યું, આઈસીસીના એન્ટી રેસિઝમ કોડને તોડવા માટે પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદને 4 મેચો માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.
IND vs NZ: આવતીકાલે ત્રીજી વનડે, શ્રેણી વિજય પર ભારતની નજર
શું છે મામલો
પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી વનડે સિરીઝના બીજા મેચ દરમિયાન સરફરાઝે સાઉથ આફ્રિકાના ક્રિકેટર એંડિલ ફેહલુકવાયો માટે એક વિવાદીત ટિપ્પણી કરી હતી, જેના જાતિવાદી ગણાવવામાં આવી હતી. સરફરાઝે સાઉથ આફ્રિકાની ઈનિંગની 37મી ઓવરમાં આ ટિપ્પણી કરી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.
મામલો ગરમાયો તો સરફરાઝે પહેલા લાંબુ માફીનામું જારી કર્યું અને તેમાં તેણે ભાર આપતા કહ્યું હતું કે, તેની ટિપ્પણી કોઈ વિશેષ માટે કરવામાં આવી નથી. ત્યારબાદ તેણે ફેહલુકવાયો સાથે મુલાકાત પણ કરી હતી. પછી સરફરાઝે પોતાના ટ્વીટર પેજ પર લખ્યું, મેં ફેહલુકવાયો પાસે માફી માંગી અને તેણે મારી માફી સ્વીકાર કરી લીધી છે. આશા રાખુ કે સાઉથ આફ્રિકાના લોકો પણ મારી માફી સ્વીકાર કરી લેશે.
શું કહ્યું હતું
સરફરાઝે ત્યારે એંડિલ ફેહલુકવાયો માટે કહ્યું હતું, અબે કાલે, તેરી અમ્મી આજ કહાં બેઠી હૈ. ક્યા પઢવા કે આયા હે આજ. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને વિવાદ વધ્યા બાદ સરફરાઝે વિરોધી ટીમના ક્રિકેટરની માફી માગવાનો નિર્ણય લીધો હતો.