Indian Premier League: સાઉદી અરેબિયા ઈન્ડિયન પ્રીમિયર લીગમાં હિસ્સો ખરીદવા માંગે છે. IPLની 17મી સિઝન માટે ખેલાડીઓની હરાજી ડિસેમ્બરમાં થવાની આશા છે. સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ભારત સરકારના અધિકારીઓ સાથે IPLમાં રોકાણની યોજના અંગે ચર્ચા કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનાલી તો દરેક જાય! આ ઑફબીટ સ્થળોએ ફરી આવો, પછી તમે કહેશો - આ જ છે અસલી જન્નત!
સૌથી સસ્તું પેકેજ : દિવાળી બાદ 4 દિવસ ગોવા ફરી આવો, પત્ની થઈ જશે ખુશ ખુશ


સાઉદી અરેબિયાની નજર વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPL પર છે. સાઉદી અરેબિયાએ આ બહુચર્ચિત લીગમાં રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ દેશ આંતરરાષ્ટ્રીય રમતગમતની દુનિયામાં પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ પહેલાં સાઉદી અરેબિયા ફૂટબોલ અને ગોલ્ફમાં મોટું રોકાણ કરી ચૂક્યું છે. હાલમાં નેમાર (Neymar) અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo)સ્થાનિક ક્લબ તરફથી રમી રહ્યા છે.


શું છે બેટમજી, ભણે છે કે નહીં લા'! ખલાસી ફેમ આદિત્ય ગઢવીએ પીએમ મોદીના કેમ કર્યા વખાણ
US VISA માટે લાંબુ વેટિંગ, 97000 ભારતીયની ધરપકડ, ઘૂસણખોરીના કેસમાં 5 ગણો વધારો


બ્લૂમબર્ગ ન્યૂઝના અહેવાલ મુજબ, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના સલાહકારોએ આ લીગમાં રોકાણ કરવાની યોજના વિશે ભારત સરકારના અધિકારીઓને જાણ કરી છે. આ મુજબ, આઈપીએલને એવી કંપનીમાં ખસેડી શકાય છે જેનું મૂલ્યાંકન 30 અબજ ડોલર હોઈ શકે છે. અહેવાલ મુજબ સપ્ટેમ્બરમાં આ અંગે ચર્ચા થઈ હતી જ્યારે ક્રાઉન પ્રિન્સ સપ્ટેમ્બરમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. એવા અહેવાલો છે કે કિંગડમે લીગમાં આશરે $5 બિલિયનનું રોકાણ કરવાની દરખાસ્ત કરી છે. 


બીજી પત્ની પતિના પેન્શનની નથી રહેતી હકદાર : સંતાનને પણ થાય છે અન્યાય
જો પત્ની ઘર છોડે તો પતિએ બીજા લગ્ન માટે કેટલા વર્ષ રાહ જોવી પડશે, જાણો શું છે કાયદો


આ લીગને ફૂટબોલની તર્જ પર અન્ય દેશોમાં લઈ જવા માટે વિચારણા થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાઉદી અરેબિયા આ સમજૂતીને ટૂંક સમયમાં પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ આશા છે કે ભારત સરકાર અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી જ આ અંગે કોઈ નિર્ણય લેશે. IPLની 17મી સિઝન માટે ખેલાડીઓની હરાજી ડિસેમ્બરમાં થઈ શકે છે.


Heart નું સ્વાસ્થ્ય બગડતાં બોડીમાં જોવા મળે છે આ લક્ષણો, નજરઅંદાજ કરવું પડી શકે છે ભારે
Marcus Stoinis: 'રસોઈયા' ને સાથે લઇને વર્લ્ડ કપ 2023 રમી રહ્યો છે આ ખેલાડી, નામ સાંભળીને ચોંકી જશે ફેન્સ