Ranji Trophy : ચેતેશ્વર પુજારા-હાર્વિક દેસાઈએ સૌરાષ્ટ્રને અપાવી રણજી ટ્રોફીની સૌથી મોટી જીત
સૌરાષ્ટ્રે ઉત્તર પ્રદેશને છ વિકેટથી હરાવીને રણજી ટ્રોફીની સેમિ ફાઇનલ મેચોમાં જગ્યા બનાવી છે.
લખનૌ : હાર્વિક દેસાઈના પ્રથમ શ્રેણી શતકના આધારે સૌરાષ્ટ્રે રણજી ટ્રોફી (Ranji Trophy 2018-19)ના સેમિ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. રાષ્ટ્રે ઉત્તરપ્રદેશને 6 વિકેટે હરાવીને સેમિફાનલમાં પોતાની જગ્યા બનાવી છે. હવે તે કર્ણાટક સામે રમશે. જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન વિદર્ભની ટીમ પણ સેમિફાઇનલમાં પહોંચી છે. વિદર્ભે ઉત્તરાખંડને ઇનિંગ્સ અને 115 રનથી હરાવ્યું છે. વિદર્ભ હવે કેરળની સામે રમશે. સેમિફાઇનલ મેચ 24 જાન્યુઆરીથી શરૂ થશે.
લખનૌમાં મેચના પાંચમાં અને છેલ્લા દિવસે સૌરાષ્ટ્રે 195/2 થી રમવાની શરૂઆત કરી હતી. હાર્વિક દેસાઇએ કરીયરની પહેલી ફર્સ્ટ ક્લાસ સદી નોંધાવી હતી. દેસાઇએ 259 બોલ પર 16 બાઉન્ડ્રીની મદદથી 116 રન બનાવ્યા હતા. ચેતેશ્વર પુજારા (67*) અને શેલ્ડન જેક્સન (73*)એ ચોથી વિકેટ માટે 136 રનની ભાગીદારી કરીને ટીમને જીત અપાવી હતી. ઉત્તરપ્રદેશે પહેલી ઇનિંગ્સમાં 385 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્રની ટીમે પોતાની પહેલી ઇનિંગ્સમાં 208 રન જ બનાવી શકી હતી. ઉત્તરપ્રદેશે બીજી ઇનિંગ્સમાં 194 રન બનાવ્યા હતા. જ્યારે નાગપુરમાં ઉત્તરાખંડે પહેલી ઇનિંગ્સમાં 355 રન બનાવ્યા હતા. વિદર્ભે પહેલી ઇનિંગ્સમાં 629 રનનો સ્કોર બનાવીને 274 રનની લીડ મેળવી હતી. પરંતુ ઉત્તરાખંડની આખી ટીમ શનિવારે 159 રન પર ઓલઆઉટ થઇ ગઇ.
[[{"fid":"199966","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
હવે સેમિફાઇનલમાં સૌરાષ્ટ્રનો સામનો કર્ણાટક સાથે થશે. કર્ણાટકના રાજસ્થાનને માત આપીને સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ડિફેંડિંગ ચેમ્પિયન વિદર્ભની ટીમ પણ સેમીફાઇનલમાં પહોંચી ગઇ છે. ઉતરાખંડને 115 રનથી હરાવ્યું, હવે વિદર્ભનો સામનો કેરળથી થશે. આ સેમીફાઇનલ 24 જાન્યુઆરીથી શરૂ થશે.