નવી દિલ્હી : ટીમ ઇન્ડિયા હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસ પર છે. અહીં ભારત સામે ત્રણ ટી20 મેચની સિરિઝ જીતવાનો પડકાર છે. આ સિરિઝમાં વિ્રાટની બેવડી પરીક્ષા લેવાશે. તેણ એક તરફ પોતાનું વ્યક્તિગત પર્ફોમન્સ સુધારવાનું છે અને બીજી તરફ તેની સામે ટીમને જીતાડવાનો પડકાર છે કારણ કે આ પ્રદર્શનના આધારે જ આવતા વર્ષે યોજાનાર આઇસીસી વર્લ્ડકપની તૈયારીનો અંદાજ લગાવી શકાશે. આ સિરિઝમાં સફળતા મળશે તો વિરાટને વિશ્વકપ દરમિયાન એનો મનોવૈજ્ઞાનિક લાભ જરૂર મળશે. ભારતના સૌથી સફળ કેપ્ટન્સની યાદીમાં સ્થાન મેળવનાર સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલી વિશે એક ખાસ નિવેદન આપીને જણાવ્યું છે કે વિરાટને તેના રનો માટે યાદ નહીં કરવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરવ ગાંગુલી રવિવારે 46 વર્ષનો થઈ ગયો છે. ક્રિકબઝને આપેલા ઇન્ટરવ્યૂમાં સૌરવે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી વિશે વાત કરી. આ ઇન્ટરવ્યૂમાં ભારતના લોકપ્રિય ક્રિકેટર કોમેન્ટેટર હર્ષા ભોગલેએ સૌરવને સવાલ કર્યો કે તમે વિરાટને શું સલાહ આપવા માંગશો. આ સવાલનો જવાબ આપતા સૌરવે કહ્યું કે વિરાટે ખેલાડી પસંદ કરવાની નજર કેળવવી પડશે. આ મહત્વનું છે અને એ માટે કોઈ ખાસ નિયમ નથી. 


સૌરવ ગાંગુલીએ કહ્યું કે વિરાટને તેણે કેટલા રન બનાવ્યા એ માટે યાદ નહીં કરાય પણ તે ભારતીય ટીમને ક્યાં લઈ ગયો એ માટે યાદ કરવામાં આવશે. આ વાત સૌથી મહત્વની છે. સૌરવ ગાંગુલીએ જણાવ્યું છે કે કેપ્ટન તરીકે વિરાટ કોહલી યોગ્ય છે. તે પોતાના ખેલાડીઓના પક્ષે ઉભા રહે છે અને કંઈક અલગ કરે છે. તે યોગ્ય રસ્તા પર છે. 


રમતજગતને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...