કોલકત્તાઃ ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ વિરુદ્ધ કોલકત્તા ટેસ્ટથી પોતાના ડે-નાઇટ ટેસ્ટ સરફરની શરૂઆત કરવા જઈ રહી છે. બીસીસીઆઈના નવનિયુક્ત અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મંગળવારે આ વાતની ખાતરી કરી છે. ભારત અને બાંગ્લાદેશની ટીમો 22-26 નવેમ્બરથી પિંક બોલ ટેસ્ટ મેચ રમવા ઉતરશે. બંન્ને ટીમો ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમવાર પિંક બોલથી ડે-નાઇટ ટેસ્ટ ક્રિકેટ રમવા ઉતરશે. સૌરવ ગાંગુલીએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને આ પ્રવાસ પર પિંક બોલ ટેસ્ટ મેચનો પ્રસ્તાવ આપ્યો હતો, જેનો બીસીબીએ આજે સ્વીકાર કરી લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધ્યક્ષ બન્યા બાદ ગાંગુલીએ બાંગ્લાદેશને આપ્યો હતો પ્રસ્તાવ
23 ઓક્ટોબરના બોર્ડના અધ્યક્ષના રૂપમાં સમાન સંભાળનાર ગાંગુલીએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને કોલકત્તા ટેસ્ટને ડે-નાઇટ ટેસ્ટના રૂપમાં રમવાનો પ્રસ્તાવ આપ્યો અને નવા અધ્યક્ષના આ પ્રસ્તાવને બીસીબીએ પણ પોતાના સીનિયર ક્રિકેટરો સાથે ચર્ચા કરીને સ્વીકાર કરી લીધો છે. 


બીસીબી પણ બીસીસીઆઈના પ્રસ્તાવ પર થયું સહમત
બીસીબીને આ પ્રસ્તાવ મોકલ્યા બાદ દાદાએ આશા વ્યક્ત કરી હતી કે તે આ પ્રસ્તાવ માની લેશે. દાદાએ સોમવારે તે જણાવ્યું કે, બીસીબી અધ્યક્ષ સાથે વાત કરી છે અને તેઓ સહમત જોવા મળી રહ્યાં છે. પરંતુ તેના માટે હા પાડ્યા પહેલા તે પોતાની ટીમના સીનિયર ખેલાડીઓ સાથે તેના પર ચર્ચા કરવા ઈચ્છે છે. 

ભારતના પ્રવાસ પહેલા બાંગ્લાદેશને મોટો ઝટકો, શાકિબ પર લાગ્યો બે વર્ષનો પ્રતિબંધ


કોલકત્તામાં વાર્ષિક ડે-નાઇટ ટેસ્ટ આયોજીત કરાવવા ઈચ્છે છે ગાંગુલી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવનિયુક્ત અધ્યક્ષ ગાંગુલીની યોજના છે કે તે ઈડન ગાર્ડન્સમાં વાર્ષીક રીતે દિવસ-રાત્રી ટેસ્ટ મેચનું આયોજન કરે. જેમ ક્રિકેટ ઓસ્ટ્રેલિયામાં વાર્ષિક પિંક બોલ ટેસ્ટનું આયોજન થાય છે.