કોલકત્તાઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી, જે ક્રિકેટના નિયમ બનાવનારી આંતરરાષ્ટ્રીય કમિટી મેરીલબોર્ન ક્રિકેટ ક્લબ (MCC)ના સભ્ય પણ છે, તે તેની આગામી બેઠકમાં ભાગ લેશે નહીં. એમસીસીની આ બેઠક 11-12 ઓગસ્ટે લોર્ડ્સમાં આયોજીત થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંગુલીએ એક નિવેદનમાં કહ્યું, 'મારી માતાનું સ્વાસ્થ્ય સારૂ નથી. અમારે તેમની સારવાર માટે અન્ય જગ્યાએ લઈ જવા પડશે, તો હું આ બેઠકમાં ભાગ લેવા આવી શકીશ નહીં. આ કમિટીના અધ્યક્ષ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇક ગેટિંગ છે. આ કમિટી વર્ષમાં બે વાર બેઠક કરે છે અને ક્રિકેટના ચર્ચિત મુદ્દા પર ચર્ચા કરી પોતાનું મંતવ્ય આપે છે.'


આ વચ્ચે બીસીસીઆઈએ પોતાના ખેલાડીઓના ડોપ ટેસ્ટ માટે નાડાની હેઠળ આવવાનું સ્વીકાર કરી લીધું છે. જ્યારે સૌરવ ગાંગુલી પાસે બોર્ડના આ નિર્ણય પર પોતાના વિચાર રજૂ કરવાનું કહ્યું તો તેમણે કોઈપણ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર