સિડનીઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો અને ફેન્સના ખરાબ વર્તન પર ઈતિહાસકાર સરળતાથી એક પુસ્તક લખી શકે છે. સિડની ટેસ્ટમાં ભારતીય બોલર મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ પહેલા દિવસથી કેટલાક દર્શકોના નિશાના પર રહ્યા. બન્નેને બ્રાઉન ડોગ, મંકી જેવી વંશીય ટિપ્પણીનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ક્રિકેટરોને ગાળો પણ આપવામાં આવી હતી. આ બધા બાદ ઓસ્ટ્રેલિયન દર્શકો અને ક્રિકેટરોમાં તે કહેવાની હિંમત પણ આવી ગઈ કે નાની-મોટી ઘટનાઓ થતી રહે છે. મહાન બોલર ગ્લેન મેક્ગ્રાએ કોમેન્ટ્રી દરમિયાન કહ્યુ કે, આ વસ્તુને મહત્વ ન આપવું જોઈએ. બુમરાહ કે સિરાજની જગ્યાએ મેકગ્રા હોય અને તેને કોઈ એશિયન દેશમાં ગાળો આપવામાં આવે તો તેને ખ્યાલ આવે કે આવી કોમેન્ટથી તેની માનસિક સ્થિતિ પર શું અસર પડે છે. ફેન્સના ગેરવર્તનના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે, જે ખેલાડીઓના આરોપોની પુષ્ટિ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમે કરી ફરિયાદ, તપાસ કરશે ઓસ્ટ્રેલિયા
સિરાજે પહેલા કેપ્ટન અંજ્કિય રહાણે પછી ઓનફીલ્ડ અમ્પાયરોને ફેન્સના વ્યવહારની ફરિયાદ કરી હતી. ત્રીજા દિવસે રમત 10 મિનિટ રોકવી પડી હતી. સિક્યોરિટીને બોલાવી છ દર્શકોને બહાર કરવામાં આવ્યા હતા. શનિવારની ઘટના બાદ ભારતીય ટીમે આઈસીસીને પણ ફરિયાદ કરી છે. જાતિવાદી ફેન્સે બુમરાહ અને સિરાજને કહ્યુ, 'તુમ કાલે કુત્તે ઘર ચલે જાઓ.' અમે તમને પસંદ કરતા નથી. બંન્ને ક્રિકેટરોને 'મંકી', 'વેંકર' અને 'મધર... સુધી કહેવામાં આવ્યું. ઘટના સાથે જોડાયેલા કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં ઓસ્ટ્રેલિયન ફેન્સનું ગેરવર્તન જોઈ શકાય છે.'


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube