નવી દિલ્હી/લીડ્સઃ આઈસીસી વિશ્વ કપ 2019માં લીડ્સના હેડિંગ્લે મેદાન પર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો રમાઇ રહ્યો છે. બંન્ને ટીમ વિશ્વ કપમાં પ્રથમવાર આમને-સામને છે. તો આ વચ્ચે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ફેન્સ વચ્ચે ઝગડો થઈ ગયો છે. ઝી ન્યૂઝ આ વીડિયોને સમર્થન આપતું નથી. વીડિયો અનુસાર અફઘાનિસ્તાનના ફેન્સ એક પાકિસ્તાની ફેન્સની સાથે ક્રિકેટ સ્ટેડિયમ બહાર મારપીટ કરતા જોવા મળી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, લીડ્સમાં હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમની બહાર પાકિસ્તાન અને અફઘાનિસ્તાની પ્રશંસકો વચ્ચે મારામારી થઈ ગઈ હતી. જાણવા મળ્યું કે, આ ક્ષેત્રમાં એક વિમાન દેખાયું, જેના પર 'જસ્ટિસ ફોર બલૂચિસ્તાન'નો નારો લખેલો હતો. લીડ્સ એર ટ્રાફિક મામલાની તપાસ કરશે. 



મહત્વનું છે કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વિશ્વકપમાં આ પ્રથમ મેચ છે. આ પહેલા બંન્ને ટીમો આપસમાં ત્રણ વનડે રમી છે. આ ત્રણેય મેચ પાકિસ્તાનના નામે કરી છે. 



અફઘાનિસ્તાને બનાવ્યા 227 રન
આ મેચમાં અફઘઆનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો છે. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 227 રન બનાવ્યા છે અને પાકિસ્તાનને જીતવા માટે 228 રનનો ટાર્ગેટ આપ્યો છે.