INDvsNZ: મોઉનગુઇમાં ભારતને રોકવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું, જાણો ક્યાં અને કેવી રીતે જોશો મેચ
આ બીજી વનડેમાં ટીમ ઇન્ડિયાનું પલડું ભારે છે
નવી દિલ્હી : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન ડે સિરીઝની બીજો મેચ માઉન્ટ મોઉનગુઇ ખાતે યોજાવાનો છે. આ પહેલા નેપિયનરમાં યોજાયેલી પહેલી વન ડેમાં ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે ક્લિનિકલ પર્ફોમન્સ આપીને 8 વિકેટથી જીત મેળવી હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયાના બોલર્સ અને ખાસ કરીને સ્પિનર્સે યજમાન ટીમને માત્ર 157 રન પર સમેટી લીધી અને ઐતિહાસિક જીત મેળવી હતી.
હવે માઉન્ટ મોઉનગુઇમાં યોજાનારી મેચ વખતે અહીં રમવાનો ટીમ ઇન્ડિયા પાસે ભલે કોઈ જુનો રેકોર્ડ ન હોય તો પણ આ વાત ટીમ ઇન્ડિયાના પક્ષમાં છે. હકીકતમાં પહેલી મેચ પછી બંને ટીમના કેપ્ટન જુનો રેકોર્ડ જોવાને બદલે પીચના મિજાજ તેમજ ટીમના ખેલાડીઓના વર્તમાન ફોર્મ પર ધ્યાન આપી રહ્યા છે.
INDvsNZ: પ્રતિબંધ હટ્યા પછી ત્રીજી વનડેમાં મેદાનમાં ઉતરી શકે છે હાર્દિક પંડ્યા
પહેલી મેચમાં ભારે હાર છતાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સન વધારે ચિંતિત નથી. તેમણે સંકેત આપ્યા છે કે ઉતાવળમાં ટીમમાં કોઈ બદલાવ નહીં કરવામાં આવે. બીજી તરફ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી બોલિંગના કોમ્બિનેશનને રિપીટ કરતા પહેલાં પીચનો મિજાજ જોવા ઇચ્છે છે.
ક્યારે અને કેવી રીતે જોશો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી વનડે મેચ
આ મેચ શનિવારે એટલે કે 26 જાન્યુઆરીએ રમવામાં આવશે
આ મેચ ન્યૂઝીલેન્ડના માઉન્ટ મોઉનગુઇના બે ઓવલ મેદાનમાં રમવામાં આવશે.
મેચ ભારતીય સમય પ્રમાણે સવારે 07:30 વાગે શરૂ થશે.
આ મેચનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ તેમજ ડીડી સ્પોર્ટ પર દેખાડવામાં આવશે.
મેચનું લાઇવ સ્ટ્રિમિંગ હોટસ્ટાર પર થશે.