Narendra Modi Stadium ધવલ પારેખ/નવસારી : ભારતીયોમાં ક્રિકેટને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ આવતી કાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વ કપની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે. પરંતુ આ મેચ જે પીચ ઉપર રમાશે, એ પીચ નવસારીના ગણદેવી તાલુકાના પાથરી ગામની વિશેષ એવી લાલ માટીથી બની છે. મજબૂત એવી પીચ ઉપર વિકેટ અને બોલિંગ વ્યવસ્થિત થાય અને ક્રિકેટની મજા સાથે ભારત વિશ્વ કપ વિજેતા બને એવી આશા પણ સેવાઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવસારીની માટીથી બની છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ
નવસારીના ગણદેવી તાલુકાના પાથરી ગામે ભાજપ અગ્રણી અશોક ધોરાજીયાની ખેતીની જમીનમાંથી નીકળતી લાલ માટી ક્રિકેટ જગતમાં ઘણી જ પ્રખ્યાત છે. કારણ પાથરીની આ લાલ માટી ગુજરાત અને ભારતના પ્રસિદ્ધ ક્રિકેટ સ્ટેડિયમમાં પહોંચી છે અને આ લાલ માટીથી ટેસ્ટ અને વનડે મેચ માટેની પીચ તૈયાર કરવામાં આવી છે. આવતી કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપની અંતિમ એટલે કે ફાઈનલ મેચ રમાવા જઈ જઈ રહી છે. જેને લઇને ક્રિકેટ રસિયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે જે મેદાન ઉપર ફાઈનલ મેચ રમાશે, તેની પીચ નવસારીના પાથરી ગામની લાલ માટીથી તૈયાર કરવામાં આવી છે. 


મહામુકાબલા પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટનનું અડાલજની વાવમાં ફોટોશૂટ, સામે આવ્યા સિક્રેટ PHOTOs


લાલ માટીની વિશેષતા
આ લાલ માટીની વિશેષતા એ છે કે પીચ મજબૂત બને છે. થોડી ઓવારો બાદ પીચમાં તીરાડો પડવા માંડે છે. પણ આ લાલ માટીથી બનેલી પીચમાં ઓછી તીરાડો પડે છે. જાણકારોનું માનીએ તો લગભગ 90 ઓવર નાંખી શકાય, ત્યાં સુધી લાલ માટીથી બનેલી પીચને વાંધો આવતો નથી. સાથે જ બોલરો અને બેટ્સમેન બંનેને રમવાની મજા આવે એવી સ્થિતિ રહે છે. ખાસ કરીને થોડી ઓવરો બાદ બોલ જે રીતે પીચ પર પડીને ઉછડવો જોઈએ એમાં ઘણીવાર મુશ્કેલી પડે છે. પરંતુ નવસારીના પાથરીની લાલ માટીમાંથી બનેલી પીચ ઉપર આવી મુશ્કેલી જોવાતી નથી. જેથી ક્રિકેટ પ્રેમીઓમાં ગણદેવીના પથરીની લાલ માટી ખાસ્સી પ્રચલિત થઈ છે. ત્યારે આવતી કાલે પથરીની લાલ માટીથી તૈયાર થયેલી પીચ ભારતીય ખેલાડીઓ માટે આશીર્વાદરૂપ નીવડે એવી આશા સાથે જમીન માલીકે ભારતીય ક્રિકેટરોને શુભેચ્છા પાઠવી છે.


મહેસાણામાં મોટી દુર્ઘટના : ફટાકડાને કારણે ગેસના ફુગ્ગામાં બ્લાસ્ટ થતા 30 લોકો દાઝ્યા


એક સમયે આ માટીમાંથી નળિયા બનતા 
એક સમયે નવસારીના ગણદેવીના પાથરી ગામની આ લાલ માટીમાંથી મકાનના નળિયા બનતા હતા, પરંતુ સમયના વહેણમાં નળિયા બંધ થયા બાદ ખેતી માટે લીધેલી આ જમીનમાંથી લાલ માટી જ નીકળતા જમીન માલિક ખેતી કરી શક્યા નહીં. જોકે આ લાલ માટી ક્રિકેટ પીચ બનાવવા વધુ ઉપયોગી હોવાનું જાણ્યા બાદ ક્રિકેટ રસિકો સહિત મોટા મોટા સ્ટેડિયમમાં પાથરીની લાલ માટી પહોંચી રહી છે. જે નવસારી માટે ગૌરવની વાત છે


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી વર્લ્ડ કપની ફાઈનલ મેચ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. આ મેચ જોવા માટે અનેક વીવીઆઈપી મહેમાનો આવી રહ્યા છે અને સાથે જ દુનિયાભરમાંથી દર્શકો પણ આવશે. જેથી સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ચૂક ન રહે તેની તૈયારી કરવામાં આવી રહી છે. સ્ટેડિયમની અંદર જ ખાસ કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. સ્ટેડિયમમાં 6 હજાર જેટલા પોલીસ અને સુરક્ષા જવાનો ખડેપગે રહેશે. મેચ પુરી થશે અને વિજય સરઘસ નિકળશે એ સમયે 2 હજારથી વધુ પોલીસના જવાનો રસ્તા પર તહેનાત રહેશે એવી તૈયારી છે.  આમ કુલ 8 હજાર જેટલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ તહેનાત રહેશે..આ સાથે ટ્રાફિકના નિયમન માટે પણ વ્યવસ્થા કવામાં આવી રહી છે. ગુજરાત પોલીસની સાથે સાથે ક્રાઈમ બ્રાંચ, ATS, NDRF, SDRF, SRP સહિતની એજન્સીઓ સંકલનમાં રહીને કામ કરી રહી છે. ડ્રોનથી વ્યવસ્થા પર સતત નજર રાખવામાં આવી રહી છે. સાથે જ એન્ટી ડ્રોન પર કાર્યરત કરવામાં આવશે.


મહેસાણામાં મોટી દુર્ઘટના : ફટાકડાને કારણે ગેસના ફુગ્ગામાં બ્લાસ્ટ થતા 30 લોકો દાઝ્યા