સેહવાગ, આફ્રીદી અને મેક્કુલમ બન્યા ટી-20 લીગમાં આઈકોન
દસ ઓવરોની લીગમાં દસ દિવસની અંદર 29 મેચ રમાશે, જેમાં 8 ટીમ ભાગ લેશે. આ લીગ 23મી નવેમ્બરથી રમાશે.
દુબઈઃ ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગને 23 નવેમ્બરથી શરૂ થઈ રહેલી વિશ્વની પ્રથમ 10 ઓવરની લીગનો આઈકોન પસંદ કરવામાં આવ્યો છે.
વીરુ સિવાય પાકિસ્તાનના શાહિદ આફ્રીદી અને ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમને પણ ટૂર્નામેન્ટની બીજી સિજનમાં આઇકોન પસંદ કરવામાં આવ્યા છે. આ લીગને આઈસીસી અને ઈસીબીની માન્યતા પ્રાપ્ત છે.
લીગમાં દસ દિવસની અંદર 29 મેચ રમાશે, ગત વર્ષે આ ટૂર્નામેન્ટ ચાર દિવસની હતી.
ટી-10 લીગમાં રોશન મહાનામા અને વસીમ અકરમને ટેકનિકલ સમિતિ અને પ્રતિભા શોધ કાર્યક્રમના નિયામક પસંદ કરવામાં આવ્યા છે.
તેમાં આઠ ટીમો કેરલા કિંગ્સ, પંજાબ લીજેન્ડ્સ, મરાઠા અરેબિયન્સ, બંગાલ ટાઇગર્સ, કરાયિયન્સ, રાજપૂત્સ નોર્દર્ન વોરિયર્સ અને પખતૂન્સ ભાગ લેશે. આ વર્ષે કરાચિયન્સ અને નોર્દર્ન વોરિયર્સ પ્રથમવાર રમશે.
તેમાં શેન વોટસન, શાહિદ આફ્રિદી, ઇયોન મોર્ગન, રાશિદ ખાન, શોએબ મલિક, સુનીલ નરેન, ડેરેન સેમી જેવા ઘણા નામચિન્હ ખેલાડીઓ જોવા મળશે.