સૌરાષ્ટ્રના આ ક્રિકેટરે પસંદગી સમિતિ પર ઉઠાવ્યા સવાલ, ટ્વીટર પર વ્યક્ત કરી હતાશા

પાછલા વર્ષે ડોમેસ્ટિક સિઝનમાં સતત સારૂ પ્રદર્શન કર્યાં છતાં ભારત-એ અને દુલીપ ટ્રોફીમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહેલા હતાશ શેલ્ડન જેક્સને રાષ્ટ્રીય પસંદગીકારોને પારદર્શિતા રાખવાની માગ કરી છે.
રાજકોટઃ પાછલી સિઝનમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત સારૂ પ્રદર્શન કર્યાં છતાં ભારત-એ અને દુલીપ ટ્રોફીની ટીમમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહેલ હતાશ શેલ્ડન જેક્સને રાષ્ટ્રીય પસંદગીકારોને પારદર્શિતા જાળવવાની માગ કરી છે. પાછલા વર્ષે રણજી સિઝનમાં 854 રન બનાવવા છતાં જેક્સનને ભારત એ ટીમમાં સ્થાન મળ્યું નથી. સૌરાષ્ટ્રના આ સીનિયર બેટ્સમેનને આ વર્ષે દુલીપ ટ્રોફીની ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો નથી.
જેક્સને પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું, ''આ વર્ષે સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફીની ફાઇનલમાં રમી અને ચોંકાવનારી વાત છે કે તમામ મંચ પર પ્રદર્શન છતાં કોઈ ખએલાડીને એ સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યો નથી. તો શું રણજી ટ્રોફીની ફાઇનલ રમવાનું મહત્વ શૂન્ય છે.' તેણે કહ્યું, 'કે રાજ્યોની નાની ટીમોને ગંભીરતાથી લેવામાં આવતી નથી, કારણ કે છેલ્લા પાંચ વર્ષમાં સિતાંશુ કોટકના માર્ગદર્શનમાં સૌરાષ્ટ્રની ટીમ ત્રણ વખત ફાઇનલ રમી (હાલના વર્ષોમાં અમે બોલ અને બેટથી સારૂ પ્રદર્શન કર્યું) પરંતુ તે શ્રેય ન મળ્યો, જેના અમે હકદાર હતા.'
પ્રથમ શ્રેણીમાં 66 મેચ રમનાર જેક્સને કહ્યું કે, એક ખેલાડીના રૂપમાં તે જાણવાનો હકદાર છે કે અમારામાં ક્યાં ખોટ છે. છેલ્લી રણજી સિઝનમાં 2 સદી અને 7 અડધી સદી ફટકારનાર જેક્સને કહ્યું, 'મને કહેવામાં આવ્યું કે સવાલ ન ઉઠાવો, પરંતુ મારૂ માનવું છે કે અમે આ શાનદાર સંસ્ખા અને સંઘનું પ્રતિનિધિત્વ કરીએ છીએ અને એક ખેલાડીના રૂપમાં ચોક્કસપણે તે જાણવાના હકદાર છીએ કે અમારી અંદર શું ખામી છે કે અમારૂ કરિયર આ વિચારતા પૂરુ થઈ જશે તે કેમ થયું? પસંદગીકારોએ પારદર્શી હોવું જોઈએ.'
બંગળના બેટ્સમેન મનોજ તિવારીએ પણ ટ્વીટર પર જેક્સનનું સમર્થન કર્યું છે. તેણે કહ્યું, 'શું તમે દર્દનો અનુભવ કરી શક છો શેલ્ડન. તમારી હતાશા યોગ્ય છે. લાગ્યા રહો. ભગવાન હંમેશા તમારી રક્ષા કરે.'