નવી દિલ્હીઃ વિશ્વકપ પહેલા ભારત પોતાના ઘરમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝ રમશે. આ સિરીઝ માટે ટીમની પસંદગી શુક્રવારે કરવામાં આવશે. પસંદગી સમિતિની મુંબઈમાં યોજાનારી આ બેઠકમાં તેમનું ધ્યાન વર્કલોડ મેનેજમેન્ટ પર હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે પોતાના ઘરમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બે ટી20 મેચ અને પાંચ વનડે રમવાની છે. આ સિરીઝ 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વકપ પહેલા સંભવતઃ ભારતની સીમિત ઓવરની છેલ્લી સિરીઝ હશે. આ સિરીઝ બાદ ખેલાડીઓ આઈપીએલમાં રમશે. 


પસંદગી સમિતિ આ સિરીઝમાં ટીમના સીનિયર ખેલાડીઓને આરામ આપવા પણ ઈચ્છશે પરંતુ તે વાતનું પણ ધ્યાન રાખશે કે તે પ્રકારની ટીમ પસંદ ન કરે જેથી ઓસ્ટ્રેલિયાને ફાયદો થાય. તેવામાં ટીમનું સંતુલન જાળવવું પસંદગી સમિતિ માટે પડકાર રહેશે. ભારતે ગત વર્ષે સતત વિદેશ પ્રવાસ કરેલો હોવાથી ફાસ્ટ બોલરોને આરામ કરવાનો સમય મળ્યો નથી. 


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સૂત્રોએ કહ્યું, સીનિયર ખેલાડીઓનું વર્કલોડ મેનેજમેન્ટ ચોક્કસપણે ચર્ચાનો વિષય હશે કારણ કે અમને ખ્લાય છે કે ભારતીય ટીમ સતત રમી રહી છે અને પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ સામાન્ય સમજુતીથી આ નિર્ણય કર્યો છે કે ક્યા ખેલાડીઓને જરૂરી આરામ આપવામાં આવે. તમે જોઈ શકો છો કે ટીમના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. તમે રોહિતને પણ કેટલિક મેચોમાં આરામ કરતો જોઈ શકો છો. 


જાણો સ્પોર્ટ્સના અન્ય સમાચાર