નવી દિલ્હીઃ ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં શરૂ થઈ રહેલા એશિયા કપથી લઈને ઓક્ટોબરમાં યોજાનાર ટી20 વિશ્વકપ સુધી ભારતીય ટીમના મોટા ખેલાડીઓને બ્રેક મળવાની સંભાવના નથી. આ કારણ છે કે ઝિમ્બાબ્વેના પ્રવાસ પર કેટલાક ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. વિરાટ કોહલી પણ એશિયા કપથી સતત ક્રિકેટ રમતો જોવા મળશે. એક સૂત્રએ આ જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીટીઆઈના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, ટીમના મુખ્ય ખેલાડીઓને એશિયા કપથી લઈને ટી20 વિશ્વકપ સુધી મુશ્કેલથી આરામ આપવામાં આવશે. તેવામાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ આ બે સપ્તાહનો વિન્ડો હતો, જેમાં તેને આરામ આપી શકાયો છે. વિરાટ કોહલીની પણ પસંદગીકારો સાથે વાતચીત થઈ છે અને તે પણ એશિયા કપથી ટીમ માટે સતત ઉપલબ્ધ રહેશે. 


ઝિમ્બાબ્વેના પ્રવાસમાં આ ખેલાડીઓને અપાયો આરામ
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર પાંચ મેચોની ટી20 સિરીઝ બાદ ભારતીય ટીમ ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરશે. હરારેમાં 18 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી ત્રણ વનડે મેચ રમાશે. આ પ્રવાસ માટે ટીમની જાહેરાત થઈ ગઈ છે. વિરાટ કોહલીની સાથે-સાથે રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા, રિષભ પંત, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ તમામ ખેલાડી એશિયા કપની ટીમમાં રમતા જોવા મળશે. 


આ પણ વાંચોઃ CWG 2022: ભારતને વેઈટલિફ્ટિંગમાં મળ્યો ગોલ્ડ મેડલ, જેરેમી લાલરિનુંગાએ રચ્યો ઈતિહાસ


વિરાટ કોહલીની થશે વાપસી
આઈપીએલ બાદ ભારતીય ટીમ સતત ક્રિકેટ રમી રહી છે. પરંતુ વિરાટ કોહલી ઈંગ્લેન્ડના પ્રવાસ બાદ આરામ પર છે. તે આફ્રિકા સામે ટી20 અને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી20 સિરીઝ દરમિયાન પણ આરામ કરી રહ્યો છે. તેવામાં વિરાટ કોહલી હવે એશિયા કપ દ્વારા ટીમમાં વાપસી કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube