લંડનઃ અમેરિકાની સેરેના વિલિયમ્સ અને જર્મનીને એંજેલિક કર્બરે મંગળવારે વર્ષના ત્રીજા ગ્રાન્ડસ્લેમ વિમ્બલ્ડનના મહિલા સિંગલ વર્ગના સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો. સેમીફાઇનલમાં સેરેનાનો સામનો જર્મનીની જુલિયા જિયોર્જિસ સામે થશે. કર્બર અંતિમ-4 મુકાબલામાં લાતવિયાની યેલેના ઓસ્ટાપેંકોની સામે કોર્ટ પર ઉતરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેરેનાએ ક્વાર્ટર ફાઇનલમાં ઇટાલીની કેમિલા જિયોર્જીને ત્રણ સેટ સુધી ચાલેલા મેચમાં 3-6, 6-3, 6-4થી પરાજય આપ્યો. એક કલાક 43 મિનિટ બાદ ખતમ થયેલા આ મેચમાં સેરેના પ્રથમ સેટ હારી ગઈ હતી, પરંતુ 23 વખતની ગ્રાન્ડસ્લેમ વિજેતાએ વાપસી કરી અને આગામી બંન્ને સેટ જીતીને સેમીફાઇનલમાં પ્રવેશ ક્રોય. સેરેના સેમીફાઇનલમાં જર્મનીની જિયોર્જિસ સામે ટકરાશે. જેણે નેધરલેન્ડની કિકિ બેર્ટેસને  3-6, 7-5, 6-1થી હરાવીને સેરેના સામેની ટિકિટ નક્કી કરી. 


પૂર્વ નંબર એક ખેલાડી કર્બરે રૂસની દારિયા કાસાટકિનાને હરાવીને અંતિમ ચારમાં પગ રાખ્યો. વર્લ્ડ નંબર-10 કર્બરે રૂસી ખેલાડીને 6-3, 7-5થી હરાવી. સેમીફાઇનલમાં કર્બરનો સામનો ઓસ્ટાપેંકો સામે થશે. પૂર્વ ફ્રેન્સ ઓપન વિજેતા ઓસ્ટાપેંકોએ ક્વાર્ટર ફાઇનલમાં સ્લોવાકિયાની ડોમિનિકા સિબુલ્કોવાને 7-5, 6-4ખથી પરાજય આપીને અંતિમ-4ની ટિકિટ કપાવી હતી.